________________
ગ્રહણશિક્ષણ દ્વારા બોધ મળે છે અને આસેવનશિક્ષણ દ્વારા ચરિત્ર ઘડાય છે. જે શિક્ષણપ્રણાલી બહુમુખી બોધ આપતી હોય, પરંતુ. ચારિત્ર તરફ ધ્યાન ન આપતી હોય તે અધૂરી છે. શિક્ષણનું મૂલ્યાંકન ચારિત્રનિમણિના આધારે જ થવાથી તે જીવન સાથે જોડાઈ શકે છે. શિક્ષાર્થી શિક્ષણ મેળવવા ઇચ્છે છે. તે જ્યાં સુધી અવરોધોને પાર કરતો નથી, ત્યાં સુધી શિક્ષણનો અધિકારી બનતો નથી. અભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ આ પાંચ મોટા અવરોધ છે. એમને ખતમ કરવા માટે વિનમ્રતા, સહનશીલતા, અપ્રમાદ, સ્વાથ્ય અને ઉત્સાહની અપેક્ષા છે.
શિક્ષણની ઉપયોગિતા વિવેકની જાગૃતિમાં છે. શિક્ષણના ક્ષેત્રમાં અનેક ડિગ્રીઓ મેળવ્યા પછી પણ વિવેકનું જાગરણ ન થયું હોય તો તેથી જીવનમાં નિખાર શી રીતે આવે ? શિક્ષણને સસૂત્ર (દોરો પરોવેલી) સોયની ઉપમા આપવામાં આવી છે.
જહા સૂઈ સસુરા, પડિયાવિનવિણસ્સUા એવં જીવે સસુરે, સંસારે ન વિણસ્સઈ
સોયમાં દોરો પરોવી દીધો હોય તો તે ખોવાઈ જવા છતાં ફરીથી મળી જાય છે. એ જ રીતે શિક્ષણ-સૂત્ર થકી બંધાયેલી વ્યક્તિ. સંસારના ભ્રમણથી પોતાનો બચાવ કરી શકે છે.
પ્રાચીન સમયમાં વૃદ્ધ નાની-દાદી કહેતી હતી કે સોયને દોરો પરોવીને જ રાખવી જોઈએ. દોરા વગરની સોય ખોવાઈ જાય તો તેને શોધવામાં ઘણી મુશ્કેલી પડે છે. શિક્ષણ એક દોરો છે. તેમાં પરોવાયેલું જીવન અવ્યવસ્થિત નથી હોતું. તેથી જીવનને શિક્ષણ સાથે જોડીને રાખવું જરૂરી છે. જરૂરી છે વિધાયક વિચાર
માનવીની પાસે વિકસિત મસ્તિષ્ક છે. તે વિચારે છે અને પોતાના વિચારને ક્રિયાન્વિત પણ કરે છે. તેની સામે કરણીય કાર્યોની લાંબી સૂચિ છે. તે ખાય છે, પીએ છે, રમત ગમત કરે છે, ભણે છે, વ્યવસાય કરે છે, લગ્ન કરે છે, બાળકો પેદા કરે છે, મકાન બનાવે છે, અને બીજું પણ કોણ જાણે કેટકેટલું કરતો રહે છે. તે સઘળું યાદ રાખે છે. પરંતુ માનવતાને ભૂલી જાય છે. સમસ્યાનું મૂળ એ જ છે. તે સમસ્યાનું સમાધાન પણ શોધે છે, પરંતુ સમાહિત થઈ શકતો નથી. ટીeeeeeeeeટર શિક્ષણની નવી સ્થિતિસ્થ૭ીકરા
કારાક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org