________________
અનિવાર્ય ગણાવું જોઈએ. સૈનિક ગતિવિધિઓમાં દક્ષતા લાવવાના ઉદ્દેશથી ધ્યાનની અનિવાર્યતા હોઈ શકે છે. તો અનુશાસિત અને વ્યવસ્થિત જીવન જીવવા માટે ધ્યાન અનિવાર્ય કેમ ન હોઈ શકે ? હું સ્પષ્ટ જાહેરાત કરી શકું છું કે જે વ્યક્તિ ધ્યાનનું પ્રશિક્ષણ નથી લેતી ધ્યાનનો અભ્યાસ નથી કરતી તે અપૂર્ણ રહે છે, અક્ષમ રહે છે અને જીવનના કોઈ મહત્ત્વપૂર્ણ લક્ષ્યની પ્રાપ્તિમાં તે સફળ થઈ શકતી નથી. આસ્થા, સંકલ્પ અને પુરુષાર્થ
કેટલાક લોકો ધ્યાનના પ્રયોગ શીખવામાં રુચિ ધરાવે છે, પરંતુ ધ્યાન પ્રત્યે તેમની આસ્થા પુષ્ટ બનતી નથી. ઈંડામાંથી મોરનું બચ્યું નીકળશે કે નહીં એવી શંકાના કારણે એક બાળક ઈંડાને વારંવાર ફેરવી ફેરવીને જોતું રહે છે. તે મોરનું બચ્ચું મેળવી શકતો નથી. જે બાળકે અસંદિગ્ધ મનથી પ્રતીક્ષા કરી તેને મોરનું બચ્ચું મળી ગયું. ધ્યાન પ્રત્યે ઊંડી આસ્થાનું નિમણિ થઈ જાય, આસ્થાની સાથેસાથે સંકલ્પની દઢતા આવી જાય તો ચિત્તની ચંચળતાને મિટાવી શકાય છે. દઢ સંકલ્પી વ્યક્તિ અસંભવને સંભવ કરી બતાવે છે. “મરણધાર સુધ મગ લિયો'- આચાર્ય ભિક્ષુએ મોતનો પડકાર સ્વીકારીને શુદ્ધ માર્ગ ઉપર ચાલવાનું પસંદ કર્યું. સંકલ્પ સહિત પુરુષાર્થ ન હોય તો સંકલ્પ અકિંચિત્કર બની રહે છે. આસ્થા, સંકલ્પ અને પુરુષાર્થની ત્રિવેણી મરૂભૂમિને પણ મધુવનમાં પરિવર્તિત કરી શકે છે.
ધ્યાનની પદ્ધતિનો આવિર્ભાવ કરી શકાય છે. તેને આગળ વધારી શકાય છે, પરંતુ વ્યાપક બનાવી શકાતું નથી. જે વિધિ જેટલી ઊંચી હોય છે તે એટલી જ ઓછી પ્રસરણશીલ હોય છે. આદર્શ તે નથી હોતો જ્યાં બધા લોકો પહોંચી જાય. આદર્શ સુધી એ જ લોકો પહોંચી શકશે જેઓ સૌભાગ્યશાળી હશે, આસ્થાશીલ હશે, દઢ સંકલ્પી અને પુરુષાર્થી હશે. આટલું બધું હોવા છતાં જ્યાં સુધી સદ્દગુરુ મળતા નથી, ત્યાં સુધી ધ્યાનની સાધના થઈ શકતી નથી.
હું કેટલીક એવી વ્યક્તિઓને જાણું છું કે જેઓ ધ્યાનમાં રુચિ ધરાવે છે. તેઓ ધ્યાન માટે સમય આપે છે. ક્યાંય પણ કોઈ ધ્યાનશિબિર યોજાય છે તો તેમાં જવાની ભાવના ધરાવે છે. પરંતુ તેમનું મન કોઈ એક વિધિ પ્રત્યે સ્થિર બની શકતું નથી. કઈ વિધિ બરાબર છે અને કઈ નહીં એવો વિકલ્પ તેમને બેચેન બનાવ્યા કરે છે. મનને નિર્વિઘ્ન બનાવવા માટે ગુરુના માર્ગદર્શનની અપેક્ષા રહે છે.
વાય જૈનપરંપરામાં ધ્યાન
૧૬૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org