________________
કરી શકે. જેનું ચિત્ત સ્થિર છે તેને માટે ધ્યાનની કોઈ ઉપયોગિતા જ નથી. આમ આ પ્રકારનું ચિંતન એકાંગી છે. એકાંગી દષ્ટિ ધરાવનાર વ્યક્તિ જ એમ કહેશે કે જ્યાં સુધી મારું મન સ્થિર નહીં થાય ત્યાં સુધી હું ધ્યાન કરીશ નહીં.
બે મિત્રો ન્હાવા માટે નદી કિનારે ગયા. બંને જણા નદીમાં ઊતર્યા. ત્યાં કીચડ હતો. એક મિત્રનો પગ લપસી ગયો. તે પાણીમાં તણાવા લાગ્યો. બીજા મિત્રએ તેને પકડીને બહાર કાઢ્યો. કિનારે આવીને તેણે કહ્યું, “જ્યાં સુધી હું તરવાનું નહીં શીખી લઉં, ત્યાં સુધી પાણીમાં પગ નહીં મૂકું.” શું પાણીમાં પગ મૂક્યા વગર કોઈ વ્યક્તિ તરવાનું શીખી શકે ખરી ? કેવી વિસંગતી છે આ !
જે લોકો એમ કહે છે કે મન સ્થિર થશે ત્યાર પછી જ ધ્યાન કરીશું, તે પણ એક પ્રકારની વિસંગતિ જ છે. મન ચંચળ છે તેથી જ ધ્યાનનો અભ્યાસ કરવાની જરૂર છે ! અભ્યાસ નહીં થાય તો મન કદીય સ્થિર બનશે નહીં. ચંચળ મનમાં ધ્યાન થઈ શકતું નથી, પરંતુ અભ્યાસ વગર ચંચળતા દૂર થશે નહીં. આ દષ્ટિએ પ્રત્યેક વાતને સાપેક્ષતાના આધારે સમજવી જોઈએ. આચાર્ય સોમપ્રભનું કથન પણ સાપેક્ષ છે. આ અવધારણાની ભૂમિકા ઉપર જ તત્ત્વની સાચી જાણકારી શક્ય છે. જીવવા માટે જરૂરી છે ધ્યાન
ધ્યાનની અનેક પરંપરાઓ પ્રચલિત છે. જેનોની પોતાની સ્વતંત્ર પરંપરા છે. વર્તમાન યુગમાં ધ્યાનયોગનું મહત્ત્વ પણ છે. દેશવિદેશમાં ન જાણે કેટકેટલાં ધ્યાન કેન્દ્રો ચાલી રહ્યાં છે. ધ્યાનનું પ્રશિક્ષણ લેનારાઓમાં યુવા પેઢીના લોકો વિશેષ છે. ધ્યાનનાં પરિણામો પણ ચોંકાવનારાં છે. આટલું બધું થવા છતાં ધ્યાનનો નિયમિત પ્રયોગ કરનારા લોકો ઓછા છે. તેનાં કારણો અનેક હોઈ શકે છે. પ્રથમ કારણ છે અહમ્. અહમ્ ગૃહસ્થમાં જ નહિ, સાધુમાં પણ હોઈ શકે છે. કોઈ સાધુ એ રીતે વિચારી શકે છે કે અમે શું ધ્યાન કરીએ ? અમે તો સાધુ છીએ. ધ્યાન તો ગૃહસ્થોએ કરવું જોઈએ કે જેમનું મન સતત ભટકતું રહે છે. ગૃહસ્થને સત્તા, સંપત્તિ અથવા પોતાના પ્રભાવનો અહંકાર હોઈ શકે છે. તેની ભાષા તો એવી હોય છે કે હું કેટલા ઊંચા પદ ઉપર છું ! મારો વ્યવસાય કેટલો વ્યાપક પથરાયેલો છે ! સમાજની પ્રત્યેક વ્યવસ્થામાં મારી દખલ છે વગેરે.
સાધુ હોય કે ગૃહસ્થ, મારા મત મુજબ ધ્યાન સૌ કોઈ માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org