________________
આ એક માન્ય સિદ્ધાંત છે. ચિત્તની સ્થિરતા વગર ધ્યાન કેવી રીતે થઈ શકે ? આ સંદર્ભમાં ધ્યાન શબ્દના અર્થની મીમાંસા જરૂરી છે. ધ્યાનનો એક અર્થ છે યોગનિરોધ. મન, વચન અને કાયાની પ્રવૃત્તિને રોકવાથી જે ધ્યાન ફલિત થાય છે, તેને માટે કાળની સીમારેખા હોય છે. ધ્યાનનો બીજો અર્થ છે એક આલંબન ઉપર ચિત્તની સ્થિરતા. તેમાં પણ કાળની નિયામકતા હોઈ શકે છે.
ધ્યાન શબ્દની નિષ્પત્તિ ચિંતન અર્થમાં પ્રયુક્ત “બૈ' ધાતુ વડે થઈ છે. ચિંતનનો વિષય એક હોઈ શકે છે અને બદલાઈ પણ શકે છે. આ દષ્ટિએ ધ્યાનનો સંબંધ અર્થની અનુપ્રેક્ષા સાથે પણ જોડાઈ જાય છે. પ્રથમ પ્રહરમાં આગમનો સ્વાધ્યાય કરવામાં આવતો, બીજા પ્રહરમાં તેના અર્થના ઊંડાણમાં ઊતરવા માટે અનુપ્રેક્ષાનો પ્રયોગ કરવામાં આવતો. આ પરંપરાને સામે રાખીને વિચારવામાં આવે તો એક પ્રહરના ધ્યાનની વાત અસંગત કે અસંભવિત જેવી નહીં લાગે. ધ્યાનનો અવરોધ ચંચળતા
કેટલાક લોકો કહે છે કે તેઓ ધ્યાન કરી શકતા નથી કારણ કે તેમનું ચિત્ત ચંચળ છે. ચિત્તની ચંચળતા ધ્યાનમાં અવરોધક બને છે. આ તથ્યને પ્રગટ કરતાં આચાર્ય સોમપ્રભે લખ્યું છે કે
ધર્મ ધ્વસ્તદયો યશદ્યુતનયોવિત્ત પ્રમત્તઃ પુમા, કાવ્યનિષ્પતિભસ્તપ: અમદયાશજોડલ્પમેઘાઋતમુાં વસ્તાલોકમલોચનશ્ચલમના ધ્યાન ચવાંછત્યસૌ, યઃ સંગં ગુણિનાં વિમુચ્યવિમતિઃ કલ્યાણમાકાંક્ષતિ
કોઈ વ્યક્તિ ક્રૂર બનીને ધર્મની આરાધાના કરવા ઈચ્છે છે. દુનીતિનો પ્રયોગ કરીને યશસ્વી બનવા ઈચ્છે છે, આળસુ રહીને ધનસંચયની કામના સેવે છે, પ્રતિભાશૂન્ય રહીને કાવ્યકલામાં દક્ષ બનવા ઝંખે છે, ઉપશમ અને દયાભાવના અભાવે તપસ્વી થવા ઇચ્છે છે. મેધાની અલ્પતામાં પણ શાસ્ત્રોનું ગંભીર અધ્યયન કરવા ઈચ્છે છે. ચવિહિન હોવા છતાં વસ્તુને જોવા ઇચ્છે છે અને મનની ચંચળતામાં ધ્યાન કરવા ઈચ્છે છે, તો તે ક્યારેય સફળ થઈ શકતી નથી. એ જ રીતે ગુણીજનોનો સંપર્ક છોડીને કલ્યાણ ઝંખતી વ્યક્તિ પણ ક્યારેય સફળ થઈ શકતી નથી. પાણીમાં પગ નહીં મૂકું
જે વ્યક્તિનું ચિત્ત ચંચળ છે, તે ઈચ્છા કરવા છતાં ધ્યાન નહીં
કરારનપરંપરામાં ધ્યાન રાહતદર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org