________________
(૨૬
જૈનપરંપરામાં ધ્યાન ર
ધ્યાનનો ઇતિહાસ એટલો જ પ્રાચીન છે જેટલો ધર્મનો. ધર્મની સાથે ધ્યાનનો અવિનાભાવી સંબંધ છે. ધ્યાન ધર્મનું આધારભૂત તત્ત્વ છે. તેને ધર્મથી અલગ કરી શકાતું નથી. આમ છતાં એક એવો સમય આવ્યો કે જ્યારે ધ્યાન અને ધર્મ વિખૂટા પડી ગયા. આ સંજોગોનો સંકેત કરતાં મેં તેરાપંથ પ્રબોધમાં લખ્યું છે કે
ધ્યાન ધર્મ રો પ્રાણ બીજ હો પતો નહીં કશું છૂટગ્યો, અપણો રૂપ નિહારે જિણ મેં જાણક દર્પણ ટૂટગ્યો, હો સન્તાં ! પ્રેક્ષા તિણ પરમ્પરા રો પુનરુદ્ધાર હો ||
મારી સામે અનેક વખત એવો વિચાર આવ્યો કે જૈન ધર્મમાં ધ્યાનની પરંપરા નથી. આ વિચારની સાથે હું સંમત નથી. જૈન તીર્થંકરો અને આચાર્યોના જીવનપ્રસંગોમાં ઠેર ઠેર ધ્યાન ગુંથાયેલું જોવા મળે છે. તીર્થંકરનોની અનેક પ્રતિમાઓ ધ્યાનની મુદ્રામાં ઉપલબ્ધ છે. ધ્યાન વિશેનાં આટલાં પ્રમાણો પ્રાપ્ત થવા છતાં જે ખ્યાલ પેદા થયો તે અકારણ નહોતો. જૈનધર્મને એક એવા યુગમાંથી પસાર થવું પડ્યું કે જ્યારે કોઈ વિશેષ પરિસ્થિતિવશ સાધુ-સાધ્વીઓને ધ્યાન માટે અલગ સમય મળતો નહીં હોય. માનવીની એ પ્રકૃતિ છે કે એક વખત તેની દીનચર્યામાંથી કોઈ ચીજ નીકળી જાય તો તેને પુનઃ સંયોજિત કરવાની માનસિકતા બનતી નથી. ધ્યાન સાથે પણ આવું જ કંઈક બન્યું હોય તેમ લાગે છે. ધ્યાન શબ્દની મીમાંસા
ધ્યાન ધાર્મિક વ્યક્તિની ચર્ચાનું મુખ્ય અંગ છે. જૈન આગમોમાં મુનિ માટે દિવસ અને રાત્રિના બીજા પ્રહરમાં ધ્યાન કરવાનું વિધાન છે. ચાર પ્રહર સ્વાધ્યાય, બે પ્રહર ધ્યાન અને બાકીના બે પ્રહરમાં ભોજન તથા શયન આમ આઠ પ્રહરનો ક્રમ નિશ્ર્ચિત હતો. પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે સતત એકપ્રહર સુધી શું ધ્યાન થઈ શકે ખરું ? છદ્મસ્થ વ્યક્તિનું ચિત્ત અંતર્મુહૂર્તથી અધિક સ્થિર રહી શકતું નથી. નવું દર્શન નવો સમાજ ૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org