________________
સ્વસ્થ ઘટક:
૨૨
જીવનનો બીજો માનસિક સ્વાસ્થ્ય
આ
શરીર અને મનનો પરસ્પર સાથે ઊંડો સંબંધ છે. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન વસે છે. આ એક ચિંતન છે. સ્વસ્થ મન શારીરિક સ્વાસ્થ્યનું કારણ છે, પણ એક કલ્પના છે. આ બંનેના યોગથી પિરણામ એ આવે છે કે શરીર અને મનની સ્વસ્થતા ૫૨સ્પ૨ને પ્રભાવિત કરે છે. શરીરની તપાસમાં રોગનું કોઈ લક્ષણ ન હોય તો પણ મનની પરેશાની વ્યક્તિને અસ્વસ્થ બનાવી મૂકે છે. એ જ રીતે તમામ પ્રકારની નિશ્ચિંતતા અને અનુકૂળતાની સ્થિતિમાં પણ માનવીના કોઈ અંગમાં અચાનક કોઈ રોગનો ઉદ્ભવ થાય તો માનવીના મનને બેચેન બનાવી મૂકે છે.
મહામાત્ય ચાણક્ય કુશળ કુટનીતિજ્ઞ હતા. તેમના ચિંતનનું મુખ્ય ક્ષેત્ર રાજનીતિ હતું. પરંતુ તેમણે દર્શન અને વ્યવહારજગતને પણ પોતાના પ્રદાનથી વંચિત રાખ્યું નથી. મનના સંદર્ભમાં પોતાના વિચાર પ્રગટ કરતાં તેમણે કહ્યું, મનઃ એવ મનુષ્યાણાં કારણું બંધમોક્ષયોઃ ।' માનવીનું મન જ તેને બાંધે છે અને એ જ એને મુક્ત કરે છે. આ માન્યતાને જો સ્વીકારી લઈએ તો માનવીના વિકાસ અને હ્રાસની સઘળી જવાબદારી મન ઉપર આવી જાય છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય ને અસ્વાસ્થ્યની જવાબદારીમાંથી પણ તે મુક્ત થઈ શકતું નથી.
Jain Educationa International
જૈનદર્શન મુજબ શરીરમાં પાંચ ઇંદ્રિયોનું સ્થાન છે, એ જ રીતે મનનું પણ સ્થાન છે. તેમાં તફાવત હોય તો તે માત્ર એટલો જ કે ઇંદ્રિયોનું ક્ષેત્ર સીમિત છે અને મનનું ક્ષેત્ર વ્યાપક છે. અથવા આ વાતને બીજી રીતે એમ પણ કહી શકાય કે મન સંચાલક છે અને
નવું દર્શન નવો સમાજ
૧૩
For Personal and Private Use Only
www.jainelibrary.org