________________
લાગી. એક વ્યક્તિએ કહ્યું, ‘ડોક્ટરસાહેબ ! આપ આવી વાત કરીને અમારું અપમાન કરી રહ્યા છો. શું અમે એટલા બધા મૂર્ખ છીએ કે પશુઓની માફક ભોજન કરીએ ?' આ જવાબ સાંભળીને ડોક્ટર હસી પડ્યા. બોલ્યા, “મહાશય ! તમારે સ્વસ્થ થવું હોય અને સ્વસ્થ રહેવું હોય તો પશુની માફક ભોજન કરવું જ પડશે. તમે મનુષ્યને ખાતાં જોયો છે, અને પશુને પણ ખાતાં જોયું છે. માનવી આગ્રહનો કાચો હોય છે. તેને ભૂખ ન હોય છતાં કોઈ તેને આગ્રહ કરનારું મળી જાય તો તે કંઈક ને કંઈક ખાઈ લે છે. માનવી પેટ ભરી લીધા પછી પણ ખાતો રહે છે, જ્યારે પશુ એવી મૂર્ખામી કરતું નથી. ખાદ્ય પદાર્થ ગમે તેટલો સ્વાદિષ્ટ, સુરુચિપૂર્ણ અને સ્વાસ્થ્યપ્રદ હોય પરંતુ પશુનાં ખાવાની મર્યાદા હોય છે. પેટ ભરાઈ ગયા પછી તે ખાતું નથી. માનવીમાં આટલો સંયમ ક્યાં હોય છે ?
ડોક્ટરે ભોજન વિશે એક સાચો દૃષ્ટિકોણ આપ્યો- તે પ્રમાણે ભોજન કરવામાં આવે તો અધિક ખાવાથી અને અસમયે ખાવાથી થતી બીમારીઓથી બચી શકાય છે.
સ્વસ્થ રહેવા માટે ભોજન અને શરીર ઉપર ધ્યાન આપવું જ માત્ર પર્યાપ્ત નથી. તેનું અંતરંગ કારણ છે ચિત્તની પ્રસન્નતા. સારા ભાવ, સારા વિચાર, કષાયની અલ્પતા, સંવેગોનું નિયંત્રણ, તનાવનો અભાવ વગેરે તથ્યો તરફની જાગરૂકતા રાખવામાં આવે તો શારીરિક સ્વાસ્થ્ય સ્વાભાવિક રીતે જ સુરક્ષિત રહી શકે છે.
સ્વસ્થ જીવનનો પ્રથમ ઘટક શારીરિક સ્વાસ્થ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org