________________
દષ્ટિએ ઉચિત નથી. કાજળની ઓરડીમાં
શારીરિક સ્વાથ્ય માટે યોગાસનની પણ આગવી ઉપયોગિતા છે. તે ક્ષેત્રમાં કેટલીક સજગતા વિકસી છે. પરંતુ નિયમિતતાના અભાવે કામ પૂરું થઈ શકતું નથી. જે લોકોને શારીરિક શ્રમ કરવાનો હોતો નથી, માત્ર દિમાગનો શ્રમ કરવાનો હોય છે, તેમને માટે યૌગિક ક્રિયાઓની વિશેષ અપેક્ષા છે. પરંતુ સૂવા અને ઊઠવાના સમયમાં વિલંબ થવાના કારણે અત્યંત આવશ્યક કાર્ય છટકી જાય
જે સંસારમાં આજે આપણે જીવી રહ્યા છીએ, તેમાં સ્વસ્થ રહેવું એ કાજળની ઓરડીમાં રહીને કલંક ન લગાડવા જેટલું કપરું છે. અસ્વસ્થતાનાં બે-ચાર નહીં, પરંતુ અનેક કારણો છે. ડગલે ને પગલે આવાં કારણોની જાળ પથરાયેલી છે. કૃત્રિમ ફળદ્રુપતાઓ દ્વારા અનાજની પેદાશ, ફળો તથા શાકભાજીઓ ઉપર રાસાયણિક દવાઓનો છંટકાવ, ગેસના ચૂલા ઉપર ભોજન રાંધવું, પ્રદૂષિત પાણી, પ્રદૂષિત હવા, ભોજન બનાવવાનાં અને ખાવાનાં પાત્રોમાં ધાતુઓનું પરિવર્તન વગેરે અનેક કારણો એવાં છે કે જે જાણી જોઈને પેદા કરેલાં છે. આ પ્રકારનાં કારણો હોય ત્યાં સ્વસ્થતાની અપેક્ષા એ કાજળની ઓરડીમાં રહીને નિષ્કલંક રહેવાની કલ્પના નથી તો બીજું શું છે ? આ જે પ્રકારની પરિસ્થિતિઓ અત્યારે ચાલી રહી છે, તેમાં યુગના પ્રભાવથી બચવાનું શક્ય લાગતું નથી. છતાં એક હદ સુધી બચાવ થઈ શકે છે. તે માટે માનવીએ સજગ રહેવું પડશે. કૃત્રિમ સાધનોનો વ્યામોહ ઘટાડીને પ્રકૃતિજીવી બનવાનું લક્ષ્ય બનાવવું પડશે. સુવિધાવાદને બદલે ઉપયોગિતાને અપનાવવી પડશે. ખાવાપીવાની બાબતોમાં સંયમને મહત્ત્વ આપવું પડશે. માનવીની જીભને સ્વાદ જોઈએ. સ્વાદ ઉપર વિજય મેળવ્યા વગર અસ્વસ્થતા ઉપર વિજય મેળવી શકાતો નથી. ભોજન કોની જેમ
ડોક્ટરની સામે કેટલાક રોગીઓ બેઠા હતા. સ્વાથ્યની તપાસ કરીને દવાની ચિઠ્ઠી લખ્યા પછી ડોક્ટરે રોગીઓને પૂછ્યું, ‘તમે પશુની જેમ ખાવ છો કે માણસની જેમ ?” આ વાત રોગીઓને અપ્રિય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org