________________
ઇંદ્રિયો તેના દ્વારા સંચાલિત છે. મનનો કોઈ સંચાલક છે ખરો ? આ પ્રશ્નને એક વખત છેડીને મનના સ્વાસ્થ્યને ચર્ચાનો વિષય બનાવવામાં આવી રહ્યો છે.
મન ચંચળ છે કે વૃત્તિઓ ?
મનની બાબતમાં સામાન્ય ખ્યાલ એવો છે કે, તે માનવીને ગુમરાહ કરે છે. જે બીજાને ગુમરાહ કરે છે તે સ્વયં પણ ગુમરાહ જ હશે. મનને નિયંત્રિત કરવાની દષ્ટિએ મેં એક ગીત લખ્યું છે તેમાં તેની ભટકવાની વૃત્તિનું ચિત્ર ઉપસાવ્યું છે.
લમ્બી ઉડાન ભરે, પંખી બેપાંખ ઓ, દૂર-દૂર ઝાંક ઝાંખૈ, કે હૈ બેઆંખ ઓ, પૈરાં બિના ઓ ભટકોડ ।
મુઠ્ઠી મેં મનૐ નૈ રાખૌ ।।
પાંખ વગર આ મન દૂર દૂર સુધી ઊડતું રહે છે. તે જ્યાં સુધી જુએ છે કદાચ ત્યાં સુધી દૂરદર્શક યંત્ર પણ જોઈ શકતું નથી. તેની પાસે ગતિ માટે પગ નથી, છતાં તે રાતિદવસ ભટકતું રહે છે. તેનો ચંચળ સ્વભાવ જોતાં તેના ઉપર નિયંત્રણ રાખવાનું જ ઉચિત છે. મનના વિષયમાં એક નવો ખ્યાલ એવો ઊભો થયો છે કે ચંચળતા મનનો સ્વભાવ નથી. તેને ચંચળ બનાવે છે માનવીની વૃત્તિઓ. દર્પણ ઉપર જે પ્રતિબિંબ પડે છે, તે દર્પણનાં પોતાનાં નથી હોતાં. તેની સામે સારી નરસી જે છબી આવે છે, તેનું તેમાં પ્રતિબિંબ પડે છે એ જ રીતે માનસિક ચંચળતા પણ ક્રિયા નથી, પ્રતિક્રિયા છે. વૃત્તિઓમાં ચંચળતા હશે તો મન દ્વારા પ્રગટ થાય છે. આદૃષ્ટિએ મનને દોષિત સમજવું ઠીક નથી.
બીજી દૃષ્ટિએ જોઈએ તો આ માનવીના વિચાર અથવા અભિવ્યક્તિનો તફાવત છે. જે ભ્રમણશીલ નથી, એ મન વળી કેવું ? તેની ચંચળતા સર્વ પ્રસિદ્ધ છે. તેને સ્થિર કરવાના જેટલા પણ પ્રયત્ન કરવામાં આવે છે તેટલી તેની દોડધામ વધી જાય છે. તેને સાધવાની ટેક્નિક જ વિલક્ષણ છે. કેટલાક જ લોકો તેના ઉપર અનુશાસન રાખી શકે છે. મોટા ભાગના લોકો તો મનના ગુલામ હોય છે. જ્યાં સુધી વ્યક્તિ મનની ગુલામીથી મુક્ત નહીં થાય ત્યાં સુધી તે તેને સ્વસ્થ બનાવી નહીં શકે.
સ્વસ્થ જીવનનો બીજો ઘટક માનસિક સ્વાસ્થ્ય ૧૩૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org