________________
* મહાવીરે ધર્મનાં બે સ્વરૂપોનું નિરૂપણ કર્યું : અણગાર ધર્મ અને આગાર ધર્મ. અણગાર ધર્મની સાધના કરનાર અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ આ પાંચ મહાવ્રતોનું પાલન કરે છે. આગાર ધર્મના સાધકો ઉક્ત પાંચ વ્રતનોનું પાલન અમુક મર્યાદામાં રહીને કરે છે. આ દષ્ટિએ તેમનાં વ્રતોને અણુવ્રત કહેવામાં આવે છે. અપરિગ્રહની સાધનામાં અમીરી-ગરીબીની કોઈ સમસ્યા નથી. આ સમસ્યા ત્યાં જ પેદા થાય છે જ્યાં અર્થના અર્જન. સંગ્રહ અને ભોગની લાલસા હોય. ગૃહસ્થ પરિગ્રહથી વિરત થઈ શકતો નથી. તેણે પરિગ્રહજનિત સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.
કેટલીક વ્યક્તિઓ મહાવીર પાસે ગઈ અને કહ્યું, “પ્રભુ ! અમે શાંતિથી જીવવા ઇચ્છીએ છીએ, પરંતુ અમારું મન શાંત રહેતું નથી. અમે શું કરીએ ? કયા માર્ગે ચાલીએ ? આપ અમને માર્ગદર્શન આપો.' મહાવીરે કહ્યું, “શાંતિ અને અશાંતિ બંને આપની ભીતરમાં છે. આપ સ્વયે નિર્ણય કરો કે આપને શું જોઈએ છે ? જો આપ શાંતિના ઈચ્છુક હોવ તો તમારે પોતાની આકાંક્ષાઓને સીમિત કરવી પડશે. આ જગતમાં પદાર્થોની મર્યાદા છે. તમે અસીમ સંપદા મેળવવા ઇચ્છો છો. તો શી રીતે શક્ય બને ? વળી બીજી વાત છે કે સંસારમાં જે કાંઈ છે તે સઘળું આપ મેળવી લો તો બીજા લોકોની જરૂરિયાતો પૂરી નહીં થાય. એક વ્યક્તિ કે વર્ગ ઘણુબંધું મેળવી લે અને બીજી વ્યક્તિ કે વર્ગ ભૂખ્યો રહે આ બંને સ્થિતિઓ શાંતિમાં અવરોધક છે.” સમાધાનની દિશા
અર્થ વગર સંસારનું કામ ચાલી શકે નહીં. સમાજમાં રહેનાર કોઈપણ વ્યક્તિ અપરિગ્રહી બની શકતી નથી. તે ભીખ માગીને પણ પોતાનું કામ ચલાવી શકતી નથી. એક ભિખારી ભિક્ષાજીવી હોય છે, પરંતુ જો કોઈ ગૃહસ્થ ભીખ માગે તો સમાજમાં તેની બદનામી થાય છે તેથી તે અથર્જિનથી ઉદાસીન થઈ શકતો નથી. અર્જન અને ભોગ ઉપર પ્રતિબંધ મૂકવો એ ધર્મનું કામ નથી. ધર્મનું કામ તો તેની ઉપર નિયંત્રણ મૂકવાનું છે. મહાવીરે કહ્યું, “આકાંક્ષાઓને સીમિત કરો. સાધનશુદ્ધિ તરફ ધ્યાન આપો. અને ઉપભોગનો સંયમ કરો.' આ માર્ગ શાંતિ અને સુખનો નિરાપદ માર્ગ છે.
ભોગવાદી મનોવૃત્તિ સંયમની વાત સ્વીકારી શકતી નથી.
સમાજવાદ, સામ્યવાદ અને મૂડીવાદ ૦ ૨૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org