________________
બનાવવાના પ્રશ્ન ઉપર મહાપ્રશજીને મેં સંકેત આપ્યો. તેમણે અધ્યયન અને અનુભવોના આધારે પ્રેક્ષાધ્યાન પદ્ધતિનો આવિર્ભાવ કર્યો. એક સમસ્યા ઉકલી ગઈ. સ્વભાવ-પરિવર્તનની પ્રક્રિયા હસ્તગત થઈ ગઈ.
અણુવ્રત અને પ્રેક્ષાધ્યાન એકબીજાનાં પૂરક તરીકે પોતાનું કામ કરવા લાગ્યાં. સંસ્કારોની રૂઢતા કે ટિલતાના કારણે જ્યાં પ્રયોગો ઇચ્છિત પરિણામ ન લાવી શક્યા ત્યાં અમારા ચિંતનની નવી બારી ખૂલી. પાકા ઘડાઓ બદલવા કરતાં કાચા ઘડાઓને સાચા સ્વરૂપે ઘડવાની પ્રેરણાની નિષ્પત્તિ એટલે જ જીવવિજ્ઞાન. આ બાળકો માટે સિદ્ધાન્ત અને પ્રયોગની મિશ્રિત પ્રક્રિયાઓ છે. શિક્ષણની સાથે જોડવાથી તેને જીવનની સાથે સહેલાઈથી જોડી શકાશે. એવી કલ્પના પછી તેનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો. પ્રાથમિક કક્ષાથી સ્નાતકોત્તર કક્ષા સુધી જીવનવિજ્ઞાનનો સમગ્ર અભ્યાસક્રમ ભણાવવામાં આવી રહ્યો છે.
ભવિષ્યનો આભાસ
કોઈપણ રાષ્ટ્રનું ભવિષ્ય કેવું હશે ? તેની ભવિષ્યવાણી જ્યોતિષ વિદ્યાના આધારે કરવામાં આવી રહી છે. પરંતુ મારો ખ્યાલ એવો છે કે રાષ્ટ્રનું ભવિષ્ય તેની શિક્ષણનીતિ ઉપર નિર્ભર હોય છે. જે રાષ્ટ્રમાં વિદ્યાર્થીઓને હિંસાનું પ્રશિક્ષણ આપવામાં આવે છે, તે આગળ જઈને આતંકવાદનું કેન્દ્ર પ્રમાણિત બની શકે છે. જે રાષ્ટ્રની શિક્ષણનીતિમાં જીવનમૂલ્યો ઉપર ધ્યાન આપવામાં આવે છે, તે રાષ્ટ્રના નાગરિકો માનવતાના વિકાસમાં સહભાગી બની શકે છે. આ દૃષ્ટિએ જીવનવિજ્ઞાનના સંદર્ભમાં શિક્ષણના ક્ષેત્રને પ્રભાવિત કરવું આવશ્યક લાગે છે.
શિક્ષણ-ક્રમને વ્યવસ્થિત કરવા માટે ભારતમાં અનેક સંસ્થાઓ સ્થપાઈ. પ્રત્યેક સંસ્થાએ પોતાના લાંબા-લાંબા રિપોર્ટ્સ તૈયાર કર્યા. તેની નિષ્પત્તિથી કોઈને સંતોષ નથી. અમે ન તો કોઈ સંસ્થા બનાવી, ન તો કોઈ રિપોર્ટ બનાવડાવ્યો અને ન તો કોઈ પગારદાર વિદ્વાનને બેસાડીને કામ સોંપ્યું. અમારા જીવનવિજ્ઞાનના મંત્રદાતા મહાપ્રજ્ઞજી છે. તેમના નિર્દેશનમાં કેટલાક સાધુઓ અને સમર્પિત કાર્યકર્તાઓ કામ કર્યું છે. અમારી પાસે સાધુ-સાધ્વીઓની સક્ષમ ટીમ છે. જરૂર પડે તો એક સાથે પચાસ વ્યક્તિઓને કામમાં જોડી
નવું દર્શન ઃ નવો સમાજ D ૧૯૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org