________________
છે. દેશને આઝાદ થયે અડધી સદી સમાપ્ત થઈ ચૂકી છે છતાં આપણે તેમને આપી શું રહ્યાં છીએ ?
શેષનની ચિંતાની પાછળ છુપાયેલી તેમના મનની પીડાનો આભાસ પામીને મેં પૂછ્યું, “વાત શી છે, શેષાનસાહેબ ? આપ જેવા સમર્થ માનવી આવી નિરાશાની વાત કેમ કરી રહ્યા છે ?” મારી જિજ્ઞાસાનું સમાધાન કરતાં તેમણે કહ્યું, “એવો કોઈ અભ્યાસક્રમ નથી કે જેથી બાળકોને જીવવાનું શિખવાડી શકાય. એવી કોઈ શિક્ષણ પદ્ધતિ નથી કે જે જીવનને સમગ્ર રૂપે જીવનબોધ આપી શકે. એવું કોઈ પુસ્તક નથી જેને જોઈને મન આશ્વસ્ત બની શકે.' આ બધું કહેતાં શેષાનસાહેબ એટલા બધા ભાવુક બની ગયા કે તેઓ પોતાની આસપાસની ઉપસ્થિતિને પણ વિસરી ગયા. તેમની ભાવુકતા અને બેચેની જોતાં મેં કહ્યું, “શેષાનસાહેબ આપની ચિંતા શું અમે ઓછી કરીએ ?' આ પ્રશ્ન તેમને ચોંકાવી દીધા. તેમની આંખોમાં વિસ્મયના ભાવ તરવરવા લાગ્યા. મેં કહ્યું, “આપ જે અભ્યાસક્રમની વાત કરી રહ્યા છો તેવો અભ્યાસક્રમ તૈયાર છે.' આ વાતથી તેઓ પ્રસન્ન થયા. પરંતુ તેમની જિજ્ઞાસાનો અંત ન આવ્યો. તેઓ બોલ્યા. “ક્યાં છે એ અભ્યાસક્રમ ? કોણે તૈયાર કર્યો ? કેવી રીતે તૈયાર કર્યો ? કઈ સંસ્થા દ્વારા તે સ્વીકૃત બન્યો ?’ તેમની અધીર ઉત્સુકતા એકસાથે સઘળા સવાલોના જવાબ શોધવા લાગી. મેં તેમને જીવનવિજ્ઞાનની ભૂમિકા સમજવી અને કહ્યું કે, “આ અભ્યાસક્રમ અમારા નિર્દેશન હેઠળ તૈયાર થયો છે. કોઈ સંસ્થા દ્વારા નહીં, પ્રયોગ દ્વારા માન્ય થઈ ચૂક્યો છે અને તેનું વિધિવત્ પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે.' એક પ્રયોગ કાચા ઘડાઓ માટે
જીવનવિજ્ઞાન કોઈ અજાયબી નથી. અણુવ્રત અને પ્રેક્ષાધ્યાનનું એક સમન્વિત રૂપ છે જીવનવિજ્ઞાન. તે ખાસ તો બાળકો માટે છે. માનવીની જીવનશૈલીને વ્યવસ્થિત બનાવવાની દષ્ટિએ અણુવ્રતની વાત સામે આવી. અણુવ્રત આચાર-સંહિતાનું સાર્વભૌમ અને સાર્વજનીન રૂપ મોટે ભાગે તમામ લોકોને રૂચિકર લાગ્યું. પરંતુ અમારી પાસે કોઈ જાદુઈ લાકડી નથી, જે ફેરવીને સૌને અણુવ્રતના માળખામાં ઢાળી દઈ શકે. જામી ગયેલા ખોટા સંસ્કારોને ખતમ કરવાનું કામ સરળ નથી. માત્ર ઉપદેશ કે દર્શન વ્યક્તિને બદલી નથી શકતાં. પરિવર્તન માટે જરૂરી છે પ્રયોગ. અણુવ્રત દર્શનને જીવનગત
ઊજળા ભવિષ્યનું આશ્વાસન ૯ ૧૯૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org