________________
સમજ પ્રમાણે ચિકિત્સા કરતા હતા, પરંતુ તેમનો કોઈ ઉપચાર સફળ થતો નહોતો. સૌ શહેરવાસીઓ આવી આકસ્મિક આપત્તિથી ચિંતિત થયા. સૌથી વધુ ચિંતા તો રાજાને હતી.
એ જ દિવસોમાં શહેરમાં ત્રણ ભૂતવાદીઓ (ભૂવા) આવ્યા. એમણે કહ્યું, “અમે આ ઉપદ્રવને શાંત કરી શકીએ તેમ છીએ.' રાજાએ તેમને રાજદરબારમાં તેડાવ્યા. તેમાં એક જણે કહ્યું, ‘મેં મંત્રની સાધના કરી છે. તેથી એક ભૂત મારા કાબૂમાં છે. તે સુંદર રૂપ ધારણ કરીને શહેરમાં ઘૂમે છે. જ્યારે ભૂત શહેરમાં ભ્રમણ કરે છે ત્યારે તેને જોઈને કોઈ તેની પ્રશંસા કરે છે તો તે ઋષ્ટ થઈ ઊઠે છે અને પ્રશંસા કરનાર વ્યક્તિ નષ્ટ થઈ થાય છે. જે ક્ષણે તે દેખાય એ ક્ષણે તેની સામે મધ્યસ્થ ભાવથી ઊભો રહેનાર રોગમુક્ત બની જાય છે.’ રાજાએ તે ભૂતવાદીને રજા આપી દીધી. કારણ કે આવા સુંદર ભૂતની પ્રશંસા તો સહુ કોઈ કરી નાખે.
બીજા ભૂતવાદીએ કહ્યું, “મહારાજ ! મેં લાંબા સમય સુધી સાધના કરી છે. સાધનાથી આકૃષ્ટ થઈને એક ભૂત મારી સાથે રહે છે. તે ભારે કરામતી છે. તે પોતાના રૂપને વિકૃત કરીને શહેરમાં ભ્રમણ કરે છે. તેને જોઈને જો કોઈ હસે કે ઘૃણા કરે તો તેનું માથું સાત ટુકડાઓમાં વિભાજિત થઈને નીચે પડે છે. કોઈ જો તેની પ્રશંસા અને તેની પૂજા કરે તો તે સ્વસ્થ થઈ જાય છે.’ રાજાએ વિચાર્યું કે આવા ભૂતને જોઈને બાળકો હસ્યા વગર રહેશે નહીં. બીમારી દૂર કરવાના લોભમાં કદાચ દેશની ભાવિ પેઢીથી હાથ ધોવા પડે ! બીજા ભૂતવાદીને પણ બીમારી દૂર કરવાની તક મળી નહીં.
ત્રીજો ભૂવો રાજાની સામે આવ્યો તેણે કહ્યું, “રાજન્ ! મારી મંત્રસાધનાથી જે ભૂત વશમાં થયું છે તે ભારે વિલક્ષણ છે. તે અત્યંત કુરુપ થઈ ને શહે૨માં ઘૂમે છે. તેને જોઈને જો કોઈ ઘૃણા કરે, તેની નિંદા કરે, તેને ગાળો આપે, પથ્થર નાખે, તેની મશ્કરી કરે અથવા તો બીજું કંઈ કરે તો તે સમ (શાંત) રહે છે, અને માત્ર દૃષ્ટિથી જ સૌને સ્વસ્થ બનાવી દે છે. રાજાએ તે ભૂવાને પ્રયોગ કરવા માટે અનુમતિ આપી. ભૂવાએ મંત્રનું સ્મરણ કર્યું અને ભૂત આવ્યું. રાજાના નિર્દેશ પ્રમાણે તે શહેરમાં ફર્યું. શહેરના લોકોએ તેને જોયું અને તે રોગમુક્ત બની ગયા. રાજાએ પોતાની રાજધાનીમાં તે ભૂતની પ્રતિષ્ઠા કરાવી. રાજાની આજ્ઞાથી શહેરમાં એવી જાહેરાત કરવામાં આવી કે દરવર્ષે અમુક દિવસે આ ભૂતની પૂજા કરવામાં આવે. જે દરેક સ્થિતિમાં નવું દર્શન નવો સમાજ
કર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org