________________
સમ રહે છે તે જ પૂજા-પ્રતિષ્ઠા પામે છે.
આ વાતનાં ત્રણે ભૂત બીમારીને દૂર કરી શકતાં હતાં, પરંતુ ત્રીજા ભૂતને કામ કરવાની તક મળી. કારણ કે તેના કાર્યમાં કૌશલ હતું. તેણે કોઈને નુકસાન પહોંચાડ્યા વગર શહેરનું સંકટ દૂર કર્યું. આ જ કામ પ્રથમ બે ભૂત વડે કરાવવામાં આવ્યું હોત તો શહેરનાં કેટલાં પરિવારો વેરાન થઈ ગયાં હોત ! તેથી કાર્ય ભલે નાનું હોય કે મો, મહત્ત્વપૂર્ણ હોય કે સામાન્ય, તેમાં કૌશલના મહત્ત્વનો અસ્વીકાર કરી શકાશે નહીં. ઈયાણિ નો
કૌશલનો સંબંધ કોઈ એક જ કાર્યક્ષેત્ર સાથે નથી. એક જ સમય કે પરિસ્થિતિ સાથે પણ નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને પરિસ્થિતિ મુજબ કૌશલની વ્યાખ્યાઓ પણ બદલાતી રહે છે. અધ્યાત્મ અથવા ધર્મના ક્ષેત્રમાં કૌશલ એને સમજવામાં આવે છે કે જે સ્વસ્થ હોય, આત્મસ્થ હોય, કષાયમુક્ત હોય, અને પવિત્ર આભામંડળયુક્ત હોય. આવી વ્યક્તિઓના સંપર્ક માત્રથી પાપ દૂર થઈ જાય છે. આ જ આરાયને નીચેના પદ્યમાં જોઈ શકાય છે.
દર્શન જિનેન્દ્રાણાં સાધુનાં વન્દનેન ચા નચિરં તિષ્ઠતે પાપં, છિદ્રહસ્તે યથા જલમ્
તીર્થંકરોનાં દર્શન અને સાધુઓને વંદન દ્વારા પાપ એવી રીતે દૂર થાય છે જેવી રીતે છિદ્રોવાળી અંજલીમાંથી પાણી.
સાધનાના ક્ષેત્રમાં કૌશલનો સંબંધ અકરણીય કાર્યની નિવૃત્તિ સાથે છે. સાધનાના માર્ગ ઉપર પગ મૂકતાં જ સાધક કુશળ બની જાય તો પછી તેણે બીજું કાંઈ કરવાનું રહે નહીં. સાધનાની તડપ છે. માનસિક સંકલ્પ છે. તે દિશામાં પ્રસ્થાન પણ થઈ ચૂક્યું છે. છતાં પોતાને સાધવામાં સમય લાગે છે. પચાસ વ્યક્તિ સાધના કરે છે. એક જ ગુરુનું સાન્નિધ્ય અને એકસરખું વાતાવરણ તેમને મળે છે, છતાં તે સૌ એકસમાન ગતિથી આગળ વધી શકતા નથી. એક જ હાથની પાંચેય આંગળીઓ સમાન નથી હોતી. એ જ રીતે તમામ સાધકો પણ સમાન નથી હોતા. એક સાધુ જે દિવસે દીક્ષિત થાય છે, એ જ દિવસે કેવલી બની શકે છે. એક સાધુ અનેક જન્મોની સાધના પછી પણ કેવલ્યનું વરણ નથી કરી શકતો. આવા સંજોગોમાં તેને માટે કૌશલની ઓછામાં ઓછી અહતા એ છે “ઈયાણિ નો જમણું
::
::
જીવનશૈલીમાં કૌશલનો પ્રવેશ જરૂરી છે
19:28:::૪૪૪૪૪૪૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org