________________
દરિદ્ર કોણ?
કષાય ચતુષ્ટયીના આખરી છેડે પ્રતિષ્ઠિત છે લોભ, લોભની અભિપ્રેરણા વ્યક્તિને અથર્જનની દિશામાં અગ્રસર કરે છે. આ દિશાનો જેટલો વિસ્તાર થાય છે એટલો જ લોભ વધતો જાય છે. જેટલી સંપન્નતા એટલી જ તૃષ્ણા. આ એક શાશ્વત સત્ય છે. આ સત્યને તપાસનારા કેટલાક વિશિષ્ટ લોકોનું ચિંતન બીજું જ છે. તેમણે કહ્યું કે
કો વા દરિદ્રો હિ વિશાલતુણ શ્રીમાંશ્ચ કો યસ્ય સમતિ તોષ છે
જે વ્યક્તિની તૃષ્ણા જેટલી વિશેષ હોય છે તે એટલો જ મોટો દરિદ્ર હોય છે. એ વ્યક્તિ સૌથી વધુ સમૃદ્ધ છે કે જે પૂર્ણ સંતુષ્ટ રહે
દરિદ્ર અને સમૃદ્ધની આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે દરિદ્રતા અને સમૃદ્ધિનો સંબંધ અર્થ (ધન) સાથે નહીં, પરંતુ વ્યક્તિના વિચારો સાથે છે, વૃત્તિઓ સાથે છે. તેથી વૃત્તિઓ અને વિચારોના શુદ્ધીકરણની અપેક્ષા છે. ચિત્ર બનાવવા માટે સ્વચ્છ કેનવાસ જોઈએ. કેનવાસ ઉપર ધબ્બા હશે તો ચિત્ર સુંદર નહીં બને. શુદ્ધીકરણ માટે પણ સ્વચ્છ દષ્ટિ જોઈએ. તેનું જ નામ સમ્યક્ટર્શન છે. તે માટે કષાયના દબાણને હળવું કરવું આવશ્યક છે. અકિંચન અને ચક્રવર્તીનું સુખ
અર્થ જીવનયાપનનું સાધન છે એ વાત સાચી છે. જો તેને સાધન તરીકે સ્વીકાર્યું હોત તો અથર્જનની મયદા જોવા મળત. પરંતુ જ્યારે તે સાધનના સિંહાસન ઉપરથી ઊઠીને સાધ્યના સિંહાસન ઉપર બેસી જાય છે ત્યારે અનેક સમસ્યાઓ ઉદ્દભવે છે.
જ્યાં અર્થને વિલાસિતા અને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવવામાં આવે છે ત્યાં પણ પ્રશ્નો વધે છે. અર્થની સાથે સુખ-શાંતિની અસત્ કલ્પનાઓ પણ જોડાયેલી છે. પરંતુ એવી કલ્પનાઓની કરોડરજજુ ત્યારે તૂટી જાય છે, જ્યારે એક અકિંચન વ્યક્તિના સુખ સાથે ચક્રવર્તી સમ્રાટનું સુખ તોલવામાં આવે છે. ત્રાજવાના એક પલ્લામાં અકિંચનનું સુખ અને બીજા પલ્લામાં ચક્રવર્તી સમ્રાટનું સુખ. ત્રાજવાની દાંડી ઊંચકતાં ચક્રવર્તીના સુખવાળું પલ્લું ખૂબ ઉપર જાય છે અને
નવું દર્શન ઃ નવો સમાજ | ૨૦૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org