________________
અકિંચનના સુખવાળું પલ્લું નીચે અડે છે. આ તફાવતની અભિવ્યક્તિ નીચેના પદ્યમાં થઈ છે :
તણસંથારહિસાણોકવિ, મુણિવરોભટ્ટરાગમયમાહો જંપાવઈ મુત્તિ-સુહં, કરો તે ચક્કવટ્ટી વિના
રાગ, મદ અને મોહને જીતનાર અકિંચન મુનિ ઘાસના આસન ઉપર બેસીને જે અનિર્વચનીય સુખનો અનુભવ કરે છે, તે એક ચક્રવર્તી સમ્રાટ પણ કરી શકતો નથી.
મહાવીરનું દર્શન કહે છે કે સુખ ન તો પદાર્થમાં છે ન તો તેના ત્યાગ કે ભોગમાં છે. સુખ વ્યક્તિની પોતાની વૃત્તિઓમાં છે. માનવી પોતાનામાં જીવવાનું શીખી લે તો તે સંસારનું સૌથી મોટું સુખ મેળવી શકે છે. આ વિધાનમાં કદાચ અતિવાદની ગંધ આવે છે. સંસારના મોટા ભાગના લોકો આ વાતમાં વિશ્વાસ નહીં કરે. છતાં એ તો નિશ્ચિત છે કે દોડાદોડ, પ્રતિસ્પર્ધાઓ અને ખેંચતાણમાં સુખ નથી. તેમાં તો માત્ર સુખાભાસ જ મળી શકે છે. અર્થશાસ્ત્ર સાથે મહાવીરની ચર્ચા શા માટે?
વર્તમાન યુગ જાહેરખબરનો યુગ છે. જાહેરખબર-સંસ્કૃતિની ઝાકઝમાળથી માનવીની આંખો અંજાઈ ગઈ છે. સામાન્ય પદાર્થ પણ જાહેરખબરની મદદ લઈને સૌની આંખોમાં વસી જાય છે. જાહેરખબર સમાચારપત્રોમાં હોય છે, પોસ્ટરોમાં હોય છે, સંબંધિત પદાર્થોનાં પેકેટો ઉપર હોય છે, અને દૂરદર્શન ઉપર પણ અત્યંત આકર્ષક રીતે બતાવવામાં આવે છે. લોકો તેને રુચિપૂર્વક નિહાળે છે. તેમના પ્રત્યે આકર્ષિત થાય છે. અને યેન કેન પ્રકારેણ તે મેળવવાનો પ્રયત્ન કરે છે. માનવીની મનોવૃત્તિ સુધારાવાદી હોય છે, ભોગવાદી હોય છે. સુવિધા અને ભોગ માટે અર્થની આંધળી દોડમાં ઉચિત-અનુચિતનો વિવેક જ સમાપ્ત થઈ જાય છે. આ જગતનું અર્થશાસ્ત્ર છે. તેના આધારે જ દુનિયાદારી ચાલે છે. તેની સાથે મહાવીરના અર્થશાસ્ત્રનો ઉપયોગ નહીં થાય તો અર્થશાસ્ત્રીય સમસ્યાઓનું સમાધાન નહીં થાય. મહાવીરના અર્થશાસ્ત્રનો પાયો સાધનશુદ્ધિ છે. આ પાયા ઉપર નિયંત્રિત ઇચ્છાઓનો મહેલ ઊભો થશે ત્યારે માનવી
મહાવીરનું અર્થશાસ્ત્ર • ૨૦૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org