________________
કોઈપણ યુવાનને ગુમરાહ કરી શકે છે. કેટલાક યુવકો હાઈ સોસાયટીના નામે પોતાની સંસ્કૃતિને વિસરી જાય છે. કેટલાક લોકો એવા પણ છે જેમની સામે કોઈ કારણ ન હોવા છતાં તેઓ નશાના શિકાર બની ગયા છે. બીજા લોકોને નશીલા પદાર્થોનું સેવન કરતા જોઈને તેમના મનમાં કુતૂહલ જાગ્યું અને તેમના પગ લપસી ગયા છે. કેટલાક લોકો સંઘર્ષો સામે ઝઝૂમવા માટે આ હથિયારનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ કારણે નવા સંઘર્ષોની એવી શરૂઆત થાય છે કે જેનો કોઈ અંત દેખાતો નથી.
નશો એક જાગતિક સમસ્યા છે
નશાની પ્રવૃત્તિ કોઈ એક વર્ગ, સમાજ કે દેશમાં જ નથી, સમગ્ર વિશ્વ તેનાથી પ્રભાવિત છે. તેનો આરંભ ક્યારે, ક્યાં અને કઈ રીતે થયો તે સંશોધનનો વિષય છે. છેલ્લા કેટલાક દશકાઓથી સમગ્ર જગતના લોકો ધૂમ્રપાન અને મદ્યપાન કરી રહ્યા છે. અત્યારના એક-બે દશકાઓમાં નશાનાં જેટલાં સ્વરૂપો જોવા મળે છે, તેમના વિશે વાંચી-સાંભળીને એમ લાગે છે કે જાણે માનવજાતિના વિનાશ માટે કોઈ ભયંકર ષયંત્ર રચવામાં ન આવ્યું હોય ! બીડી, સિગારેટ, ગાંજો, ચરસ, ભાંગ, અફીણ, સ્મેક, હેરોઈન, મારિજુઆના, હશીશ, વારવિચુરેદસ, એમ્ફાસમાઇસિન વગેરે વિચિત્ર-વિચિત્ર પદાર્થો છે. સૌથી મોટી આપત્તિ એ છે કે આ પદાર્થોનો પ્રવેશ વિદ્યાલયો અને મહાવિદ્યાલયોમાં ભણતા વિદ્યાર્થીઓમાં થઈ ગયો છે. આશ્ચર્યનો વિષય છે કે આજે નાની નાની દુકાનોમાં પણ ચુટકી, ગુટકા, પાનપરાગ, રજનીગંધા વગેરે આકર્ષક નામવાળા પદાર્થો આકર્ષક પડીકીઓમાં ઝૂલતા જોવા મળે છે. બે-ત્રણ વર્ષનાં નાનાં નાનાં બાળકો તે ખરીદવા માટે આતુર રહે છે અને તેમના અભિભાવકો (વડીલો) દુષ્પરિણામોની ચિંતા કર્યા વગર પોતાનાં બાળકોનાં હાથમાં તે પડીકીઓ પકડાવી દે છે.
કેટલાક લોકો પોતે તો માદક અને નશીલા પદાર્થોનું સેવન કરે છે, પરંતુ પોતાનાં બાળકોને તેનાથી દૂર રાખવા ઇચ્છે છે. આ પ્રકારના નિષેધથી બાળકનું આકર્ષણ દૃઢ બને છે. એક પિતા ઘરમાં કોઈને કાંઈ જ કહ્યા વગર શરાબના અડ્ડા ઉપર પહોંચી ગયો. તેણે પાછળ વળીને જોયું તો તે સ્તબ્ધ થઈ ગયો. તેનો વીસ વર્ષનો એકનો એક દીકરો પણ ત્યાં આવી રહ્યો હતો. પુત્ર સામે થોડાંક ડગલાં
નાશનો પર્યાય નશો
૩૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org