________________
આગળ વધીને તે ધીમેથી બોલ્યો, “બેટા ! તું અહીં શા માટે આવ્યો ?' સંકોચ અને ભયરહિત પુત્ર બોલ્યો, “પિતાજી ! આપે જ તો કહ્યું હતું કે વડીલોના પગલે પગલે ચાલવું જોઈએ ! મેં આપની શિખામણનું પાલન કરવાનું શરૂ કરી દીધું છે.”
નશો માત્ર મનુષ્યના શરીરને પ્રભાવિત કરતો નથી, તેનો દુગ્ધભાવ મન અને ભાવો સુધી પહોંચી જાય છે. શારીરિક કક્ષાએ અસાધ્ય બીમારીઓનો ઉદ્દભવ થાય છે તે પ્રત્યક્ષ છે. ફેફસાંનું કેન્સર, મોઢાનું કેન્સર, શ્વાસરોગ, હૃદયરોગ, વગેરે બીમારીઓ તમાકુના સેવનથી થાય છે. દુનિયાના આંકડાઓની વાત એક બાજુ છોડી દઈએ. ભારતના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલાં સર્વેક્ષણ દ્વારા જાણવા મળે છે કે અહીં દર વર્ષે ૬ થી ૮ લાખ વ્યક્તિઓ તમાકુ-જનિત બીમારીઓના કારણે મૃત્યુ પામે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના એક રિપોર્ટ મુજબ અમેરિકામાં ૬ લાખ તથા યુરોપમાં ૧૦ લાખથી પણ વધુ લોકો દર વર્ષે તમાકુના કારણે કમોતે મૃત્યુ પામે છે.
નશાને કારણે થતી માનસિક અને ભાવાત્મક વિકૃતિઓ માનવીમાં અપરાધ ચેતના જગાડે છે. હિંસા, આતંક, બળાત્કાર, હત્યા વગેરે ક્રૂર અપરાધોની પાછળ માનવીની માનસિક વિકૃતિનો સૌથી મોટો હાથ છે. નહિતર આભિજાત્યકુળોમાં જન્મેલા કિશોરો અને યુવાનો હત્યા કે બળાત્કારની વાત વિચારી જ કેમ શકે ? એક સમય એવો હતો કે જ્યારે એમ કહેવામાં આવતું કે આભિજાત્ય વર્ગની વ્યક્તિ મરવાનું સ્વીકારશે, પરંતુ ખોટું કામ કરવાનું તે
ક્યારેય નહીં સ્વીકારી શકે. ધન-વૈભવ અને જીવનથી પણ અધિક મૂલ્ય તે પોતાની ઈજ્જતને આપતો હતો. આજે તે માપદંડ ક્યાં ખોવાઈ ગયો ? નશાની સંસ્કૃતિએ માનવીની આર્થિક શુચિતા અને નૈતિક નિષ્ઠાને ખતમ કરી દીધાં છે. સોનાની થાળીમાં લોઢાની મેખ
માનવજીવનને ખૂબ ઊંચું માનવામાં આવ્યું છે. ન હિ માનુષાત્ શ્રેષ્ઠતાં હિ કિંચિત્ માનવજીવન કરતાં ચઢિયાતું બીજું કશું જ નથી. જગતમાં ચાર ચીજો દુર્લભ છે- માનવજન્મ, ધર્મનું શ્રવણ, સત્ય પ્રત્યે શ્રદ્ધા અને સાચી દિશામાં પરાક્રમ. હું ઘણી વખત વિચાર કરું છું કે માનવજીવનને શ્રેષ્ઠ માનવાનું કારણ શું છે ? માનવી અને પશુ કર૦૦રુew:: ::નવું દર્શન નવો સમાજEled
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org