________________
વચ્ચેની ભેદરેખા છે- વિવેક. પશુમાં કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો વિવેક હોતો નથી, જ્યારે માનવીમાં આ બાબતની ઊંડી સમજ જોવા મળે છે. માનવીની પાસે જેવું મસ્તિષ્ક છે તેવું કદાચ અન્ય કોઈ પ્રાણી પાસે નથી. કર્મોની મજબૂત સાંકળને તોડીને મુક્ત થવાની ક્ષમતા માનવશરીરમાં છે. ખૂબ અધિક શક્તિ તથા ઐશ્વર્યથી સંપન્ન દેવને પણ મુક્ત થવા માટે મનુષ્યનું શરીર ધારણ કરવું પડે
H•
માનવીના વિકાસની અસીમ સંભાવનાઓ છે. તેની પાસે જ્ઞાન અને આસ્થાની સાથોસાથ ચારિત્રનું બળ છે. મનુષ્ય દેવોની પૂજા-ઉપાસના કરે એમાં કશું વિસ્મય નથી. વિસ્મયની બાબત તો એ છે કે ચારિત્ર બળના પ્રભાવથી દેવો મનુષ્યની સેવા કરે છે. પરંતુ આ બધું ત્યારે જ શક્ય છે કે જ્યારે મનુષ્ય પવિત્ર જીવન જીવે. કલંકિત અને ખંડનાત્મક જીવન ક્યારેય શ્રેષ્ઠતાનું સૂચક બની શકે નહીં. માનવીની સર્વોત્કૃષ્ટતાને સૌથી વધુ નિકૃષ્ટ બનાવનારું કોઈ તત્ત્વ હોય તો તે નશો છે. સોનાની થાળીમાં લોઢાની મેખ જેમ કઢંગી લાગે છે, તેનાથી પણ વધુ કઢંગાપણું નશાને કારણે આવે છે. અન્ય પણ અનેક દુર્વ્યસનો છે, જે માનવતાના કદને વામણું કરે છે. પરંતુ માદક અને નશીલી ચીજો દુર્વ્યસનોની જનેતા છે. અપેક્ષા તો એવી છે કે માનવીનું જીવન તમામ પ્રકારનાં દુર્વ્યસનોથી મુક્ત રહે, પરંતુ પ્રાથમિકરૂપે બરબાદીનો ઇતિહાસ સર્જના૨ા નશાથી મુક્તિ મળે તો માનવજીવનની ઉત્કૃષ્ટતા પુરવા૨ થઈ શકે.
આદતનું પરિવર્તન શક્ય છે
કેટલાક લોકો માને છે કે એક વખત જે કોઇ આદત પડી ગઈ તેને બદલવાનું શક્ય નથી. પોતાની માન્યતાના સમર્થનમાં તેઓ એક કહેવત રજૂ કરે છે.
8151 પડ્યા સ્વભાવ, જાસી જીવ સ્યું। નીમ ન મીઠો હોય, જો સીંચો ગુડ ધીવ સ્યું ॥
જે મનુષ્યનો જેવો સ્વભાવ બની જાય છે તે પછી જીવનભર એવો જ રહે છે. લીમડાના વૃક્ષને ગોળ અને ઘીનું સિંચન આપવા છતાં તે મીઠો થઈ શકતો નથી. એ જ રીતે માનવીની આદતોમાં પણ પરિવર્તન આવતું નથી.
Jain Educationa International
નાશનો પર્યાય નશો ૩૩
For Personal and Private Use Only
www.jainelibrary.org