________________
જઈને શું બનશે. એટલું જ નહીં જીન્સ-પરિવર્તન દ્વારા ઇચ્છિત વ્યક્તિત્વ-નિર્માણ પણ કરી શકાશે. આજની વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ જોતાં આ કલ્પના અશક્ય લાગતી નથી. સવાલ એક જ છે કે શું આ ટેક્નિક માનવીને માનવી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. ખરી ? શું ટેક્નિક દ્વારા માનવીને અનુચિત અને અહિતકર આદતોમાંથી ઉગારી શકાશે ખરો ? શું આવી ટેક્નિક સ્વભાવપરિવર્તનની પ્રક્રિયામાં સહયોગી બની શકશે ખરી ? વર્તમાન પેઢીના જીન્સમાં એવાં કયાં કયાં તત્ત્વો છે, જે તેને નશાની અંધારી સુરંગોમાં ધકેલે છે ?
- એક યુવક વ્યાવસાયિક વ્યસ્તતા દ્વારા મળેલાં થાક અને મુશ્કેલીઓને દૂર કરવા માટે માદક તથા નશીલા પદાર્થોનું સેવન કરે છે. બે-ચાર વખતની જરૂરિયાત થોડા વખતમાં જ તેના જીવનનો અનિવાર્ય હિસ્સો બની રહે છે. પછી પોતે ગમે તેટલું ચાહે તો પણ તેને છોડી શકતો નથી.
આર્થિક ચિંતા અને પારિવારિક તનાવથી કંટાળેલા યુવકનાં કદમ બહેકી જાય છે. તે ધૂમ્રપાન, હેરોઈન વગેરે દ્રવ્યોનો પ્રયોગ કરવા લાગે છે. એક દિવસનો પ્રયોગ તેના મનમાં એવી તલપ જગાડે છે કે તે પોતાને રોકી નથી શકતો. તેના સ્નાયુઓની માંગ વધતી જાય છે. તે પોતાનું સઘળું લૂંટાવીને પણ તે આદતનું પોષણ કરવા દોડે છે.
કોઈ યુવક પોતાની નીરસ અને સૂની જિંદગીથી કંટાળીને નશાની શરણાગતિ સ્વીકારે છે. શરૂઆતમાં તેને એવો અનુભવ થાય છે કે જાણે તેના જીવનમાં તાજગી આવી ગઈ. તે તેને જ જીવન માનીને અપનાવી લે છે. જ્યારે તેનો ભ્રમ તૂટે છે ત્યારે તો તે પૂરેપૂરો પરવશ બની ગયો હોય છે.
મારા તમામ સાથીદારોમાં હું સૌથી વધુ આધુનિક છું, એવી ભાવનાથી પ્રેરિત થઈને એક યુવક શરાબની દુકાને પહોંચી ગયો. પહેલી વખત શરાબનો સ્વાદ તેને રૂચિકર લાગ્યો નહીં. પરંતુ તેના મનમાં એક ભૂત સવાર થઈ ગયું હતું. તે શરાબ પીતો રહ્યો. પરિવારનાં સ્વજનોને ખબર પડી ત્યાં સુધીમાં તો શરાબ તે યુવકને જ પીવા લાગ્યો હતો.
સાથીદારોનાં પ્રતિષ્ઠા અને આગ્રહ પણ એક કારણ છે કે જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org