________________
કઠપૂતળીઓની ક્રિયાઓ સાથે સરખાવી શકાય તેમ છે. કઠપૂતળીઓનો સંચાલક કોઈ બીજો જ હોય છે. એ જ રીતે માનવીય પ્રવૃત્તિઓનો સંચાલક પણ કોઈ અદશ્ય તત્ત્વ છે. તે ભાવ છે. માનવીની ભીતરમાં જેવા ભાવ હોય છે તેવી જ તેની પ્રવૃત્તિઓ થાય છે. આ અર્થમાં પ્રવૃત્તિઓ ભાવોની ઉપજીવી છે.
એક વ્યક્તિ ક્રોધ કરે છે. ક્રોધના કારણે તેની આંખો લાલ થઈ જાય છે. તેનું નાક પહોળું થાય છે, હોઠ કંપે છે, મુઠ્ઠીઓ બંધ થઈ જાય છે, ક્રોધી વ્યક્તિ બડબડાટ કરવા લાગે છે. કોઈકની ઉપર હાથ ઉગામે છે. કોઈકના ઉપર દંડ પ્રહાર કરે છે. આ બધું શું છે? આપણા આચાર્યોએ આ પ્રવૃત્તિઓને અશુભ યોગ કહ્યો છે. પ્રમાદ અથવા અશુભ યોગનો સર્જક કષાય છે. આ ભાવ છે. પ્રાણાતિપાત વગેરે અઢાર પાપોનું સેવન પ્રમાદ છે, અશુભ યોગ છે. ભીતરમાં કષાય પ્રબળ નહીં હોય તો બહારથી પાપનું સેવન અસંભવ બનતું જશે. ભાવ અને આભામંડળ
ભાવ શું છે ? મનુષ્યના ભાવજગતને સમજવા માટે તેના આભામંડળને જાણવું જરૂરી છે. આભામંડળ જેટલું ઉજ્જવળ હશે એટલા પવિત્ર તેના ભાવ હશે. આભામંડળની મલિનતા ભાવોની અશુદ્ધિનું પુષ્ટ સાક્ષ્ય છે. ભાવોનો સંબંધ બાહ્ય આકૃતિઓ સાથે નથી, આભામંડળ સાથે છે. આ વાતને બીજી રીતે એમ પણ કહી શકાય કે માનવીના જેવા ભાવ હશે તેવું જ તેનું આભામંડળ હશે. એક વ્યક્તિ દેખાવે અત્યંત સુંદર, સૌમ્ય અને આકર્ષક હોય, પરંતુ તેના આભામંડળનું ચિત્ર મલિન અને ભદ્ર આવે તો સમજી લેવું જોઈએ કે તેના ભાવજગતમાં કંઈક ગરબડ છે. એ જ રીતે બાહ્ય રીતે કુરૂપ અને સામાન્ય દેખાતી વ્યક્તિના આભામંડળની ઉજ્જવળતા એમ જણાવે છે કે તેની ભાવનાઓ અત્યંત પવિત્ર છે. આભામંડળને જોવું કે સમજવું તે સામાન્ય વ્યક્તિના વશની વાત નથી, પરંતુ ભાવોની શુદ્ધિ માટે જાગરૂક રહેવું તેના માટે સંભવ છે. રોગનું મૂળ ઉપાધિ
પ્રશ્ન છે ભાવનાત્મક સ્વાથ્યનો. તેને સમજવા માટે ચાર શબ્દો ઉપર ધ્યાન આપવું જરૂરી છે. વ્યાધિ, આધિ, ઉપાધિ અને સમાધિ. આ ચારે શબ્દોની પ્રકૃતિ અને પ્રત્યય એક છે. તફાવત માત્ર ઉપસર્ગનો છે. વિ, આ, ઉપ, અને સમ આ ચારેય ઉપસર્ગોનું ટોળું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org