________________
પાલાલા સમયનું પ્રબંધન
માનવી આ સૃષ્ટિનું સર્વોત્તમ પ્રાણી છે. તેની પાસે જ્ઞાન છે, સમજણ છે, વિચારવાની શક્તિ છે, અભિવ્યક્તિની ક્ષમતા છે અને કાર્ય- સંપાદનનું કૌશલ છે. તે પોતાના જ્ઞાન અને સમજના આધારે લક્ષ્યનું નિધરિણ કરે છે. લક્ષ્ય સુધી પહોંચવા માટે સાધનસામગ્રી એકત્ર કરવાની જવાબદારી પણ તેને માથે રહે છે. પોતાની જવાબદારીનો અનુભવ કરીને તે પુરુષાર્થ આદરે છે અને આત્મવિશ્વાસ સહિત આગળ વધે છે. ક્યારેક તે નિરવરોધ ગતિથી ચાલતો રહે છે તો ક્યારેક તેની ગતિમાં અવરોધ પણ આવે છે. ક્યારેક તે થાકને કારણે થોડોક સમય વિશ્રામ કરવા બેસે છે તો ક્યારેક થાક લાગવા છતાં તેને કોઈ રોકી શકતું નથી.
સામે લક્ષ્ય છે, મનમાં ઉત્સાહ છે, ગતિમાં વિશ્વાસ છે, છતાં લક્ષ્ય સુધી પહોંચવામાં કેટલોક સમય લાગી જાય છે. ઉર્વરભૂમિ, સારું ખાતર, યોગ્ય વરસાદ, શ્રેષ્ઠ બીજ, ખુલ્લો તડકો, મુક્ત હવા અને માળીની સારસંભાળ- આ સઘળું હોવા છતાં બીજમાંથી છોડ બનવાની યાત્રા ક્ષણભરમાં થઈ જતી નથી. ચક્રવર્તીનું રત્ન પ્રાતઃકાળે પાક (બીજ) વાવે છે અને સાંજે તો લણી પણ લે છે. પરંતુ તે એક દિવ્ય ઘટના છે. તેમાં પણ ચાર પ્રહરનો સમય લાગે જ છે. સમયના અભાવમાં કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. તેથી સમયના પ્રબંધન તરફ સૌથી વધુ ધ્યાન આપવાની અપેક્ષા છે. સમય પ્રતીક્ષા કરતો નથી
સમય નદીનો પ્રવાહ છે. તે ક્યારેય અટકતો નથી, સતત વહેતો રહે છે. તેને બાંધીને રાખી શકાતો નથી, તેનો ઉપયોગ કરી શકાય છે. સમય કોઈની પ્રતીક્ષા કરતો નથી. તેનો સમુચિત ઉપયોગ એ જ કરી શકે છે કે જે તેના પ્રબંધનના નિયમોને જાણે છે અને તે અનુસાર કામ કરે છે. આ જ કામ આજે માનવી માટે સૌથી અઘરું બની ગયું છે. તેને દરરોજ ચોવીસ કલાકનો સમય મળે છે. દિવસ નાનો મોટો
આશારા કારખાનવું દર્શન નવો સમાજની રક્ષા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org