________________
હોઈ શકે છે. રાત પણ નાની મોટી હોઈ શકે છે. પરંતુ બંને મળીને પૂરા ચોવીસ કલાક થાય છે.
પ્રત્યેક માનવીનો દિવસ ચોવીસ કલાકનો પત્ર લખાવીને આવે છે. કેટલાક લોકોના જીવનમાં સમય બરકત લાવે છે. તેઓ જેટલાં કામ કરવા ચાહે છે એટલાં કામ કર્યા પછી પણ તેમની પાસે થોડોક સમય બરો છે. તેમને કદી એમ નથી લાગતું કે તેમની પાસે સમય નથી. કેટલીક વ્યક્તિઓ એવી પણ હોય છે કે જેમની પાસે ક્યારેય કોઈ કા” માટે સમય હોતો જ નથી. તેઓ એવા લોકો છે કે જેમની પાસે પોતાને માટે પણ સમય નથી હોતો. જગતની દોડાદોડીમાં તેઓ આંખો બંધ કરીને સહભાગી બની જાય છે. તેમને એ પણ ખબર નથી પડતી કે કયા સમયે કયું કામ કરવું તેમના માટે આવશ્યક છે. આવી કક્ષાના લોકો સમયનું મૂલ્યાંકન કરી શકતા નથી.
અહાવીરની ચેતવણી
ભગવાન મહાવીર આ અવસર્પિણી કાળના અંતિમ ધર્મપ્રવર્તક હતા. તેઓ કોઈ સંપ્રદાયના નહીં, ધર્મના પ્રવર્તક હતા. તેઓ કોઈ રૂઢ ધર્મના નહીં, જીવંત ધર્મના પ્રવર્તક હતા. તેમણે ધર્મની આરાધનાને જેટલું મહત્ત્વ આપ્યું તેથી વિશેષ મહત્ત્વ સમયની સાધનાને આપ્યું. ઉત્તરાધ્યયનનું એક આખું અધ્યયન સમયની પરિધિમાં નિર્મિત થયું છે. ભગવાન મહાવીર પોતાના પ્રથમ શિષ્ય ગણધર ગૌતમને સંબોધિત કરી રહ્યા હતા, સમય ગોયમ્ ! મા પમાયએ !’ હે ગૌતમ તું એક ક્ષણ માટે પ્રમાદ કરીશ નહીં. ગુરુની આ એક નાનકડી શિખામણ ગૌતમના જીવનનો અણમોલ વારસો બની ગયો.
પ્રશ્ન ઉદ્ભવે છે કે મહાવીરે સમયને આટલું બધું મહત્ત્વ શા માટે આપ્યું ? તેમણે ગૌતમનું નામ લઈને આ વાત શા માટે કહી ? મહાવીર આપ્તપુરષ હતા. તેમનો પ્રત્યેક શબ્દ વિશેષ અર્થ ધરાવતો હતો. ગૌતમ તેમના પ્રિય શિષ્ય હતા. મહાવીરના મનમાં પ્રિયતા-અપ્રિયતાની કોઈ ભેદ રેખા નહોતી. પરંતુ ગૌતમ એવી ભેદરેખા મિટાવી શક્યા નહોતા. તેમના મનમાં મહાવીર પ્રત્યે પ્રિયતાનો ભાવ હતો. તેમનો એ રાગાત્મક અનુબંધ તૂટે, એ દૃષ્ટિએ મહાવીરે તેમને ઉદ્બોધન કર્યું. તેમણે કહ્યું, “આ માનવજીવન અત્યંત મુશ્કેલીથી મળ્યું છે. નવ ખાઈઓ પાર કર્યા પછી આ જીવનની પ્રાપ્તિ થઈ છે. સ્થાવર જીવનિકાની પાંચ ખાઈઓ. એક એક અસંખ્ય અને
સમયનું પ્રબંધન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org