SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ એ બળદો વડે તું શું કરીશ ?’ મમ્મણ મૌન રહ્યો. મહારાણીએ ચેલણાએ પણ મમ્મણનો રત્નજડિત બળદ જોયો. તેણે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું, ‘આ વ્યક્તિ દરિદ્ર નથી, લોભી છે. ઘરમાં આટલો બધો વૈભવ હોવા છતાં તે કેટલું કષ્ટ ભોગવી રહ્યો છે ! તેનું દુઃખ દૂર કરી શકે તેવું કોઈ નથી. જો અર્થ થકી સુખ મળતું હોત તો મમ્મણ દુઃખી શા માટે હોત ? મહાવીરનું અર્થશાસ્ત્ર કહે છે કે સુખદુઃખનો સંબંધ અર્થ સાથે નહિ, માનવીની વૃત્તિઓ સાથે છે. મહત્ત્વ ઉપયોગિતાના આધારે મહાવીરના અનુયાયીઓમાં તમામ પ્રકારના લોકો હતા. પુણિયા જેવા ઓછી મૂડીવાળા લોકો તેમના શ્રાવક હતા, તો શ્રેણિક જેવા સમ્રાટ પણ તેમના શ્રાવક હતા. તે બંનેમાં મહત્ત્વપૂર્ણ કોણ હતું. મહાવીરની દૃષ્ટિએ બંને વ્યક્તિ પોતપોતાની જગાએ મહત્ત્વપૂર્ણ હતી. તેમનું મહત્ત્વ તેમની ઉપયોગિતાના આધારે હતું. સામાયિકની સાધનાનો પ્રશ્ન હોય ત્યારે મહાવીર પુણિયા શ્રાવકને મહત્ત્વ આપતા. તેમણે સમ્રાટ શ્રેણિકને કહ્યું કે, જો પુણિયા શ્રાવકની એક સામયિક તેને ઉપલબ્ધ થઈ જાય તો તેનું નરકમાં જવાનું ટળી જાય. આ ઘટનામાં પુણિયા શ્રાવકનું મહત્ત્વ પુરવા૨ થાય છે. મહારાજ શ્રેણિક પોતાના યુગના પ્રભાવશાળી સમ્રાટ હતા. તેમનો જે પ્રભાવ હતો તે પુણિયા શ્રાવકનો નહોતો. શ્રેણિક જેવા સમ્રાટ મહાવીરના ભક્ત હતા, એવી સૂચનાથી જૈનશાસનની જેટલી પ્રભાવના થઈ શકે છે તેટલી પુણિયા શ્રાવકના નામથી થઈ શકે તેમ નથી. આ દૃષ્ટિએ એમ સ્વીકારી શકાય કે કોઈપણ વ્યક્તિનું મહત્ત્વ તેની ઉપયોગિતાના આધારે જ આંકી શકાય છે. મહાત્મા ગાંધી અને લુઈ ફિશર અર્થ માનવી માટે જીવનયાપનનું સાધન છે, સાધ્ય નથી. છતાં તેમાં વૃદ્ધિ કરવાના તીવ્ર પ્રયત્નો ચાલે છે. આ સ્થિતિ નિહાળીને કેટલાક લોકો કહે છે કે, આર્થિક વિકાસની કોઈ એક હદ નક્કી કરવી જોઈએ. હદની વાત બહુ સારી છે, પરંતુ જ્યાં સુધી ઇચ્છાઓનો સંયમ નહિ થાય ત્યાં સુધી હદ માત્ર યાંત્રિક બની રહેશે, આરોપિત બની રહેશે. વ્યવસ્થાગત હદ થકી માનવીનું મન બદલાતું નથી. આ નવું દર્શન નવો સમાજ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy