________________
લોકતંત્રમાં મત માગવાની બાબતને અનિચ્છનીય માનવામાં આવતી નથી. સવાલ એ છે કે મત કેવી રીતે માગવામાં આવે છે અને કેવી રીતે આપવામાં આવે છે. મતના આધારે સત્તાના સિંહાસન સુધી પહોંચવું તે મોટી વાત નથી. મહત્ત્વપૂર્ણ વાત તો એ છે કે કઈ વ્યક્તિ ત્યાં પ્રતિષ્ઠિત થઈ રહી છે અને કઈ રીતે પ્રતિષ્ઠિત થઈ રહી છે. જાતિય અને સાંપ્રદાયિક બાબતોને આધારે થતાં મતદાન મતદાતા અને ઉમેદવાર- બંનેની અહંતા ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.
ચૂંટણીને કારણે જે વાતાવરણ બનેલું છે. તે જોતાં એક મુદ્દા ઉપર ધ્યાન આપવું ખૂબ આવશ્યક છે. આ ધ્યાન મતદાતાઓએ આપવાનું છે. તેઓ ભલે કોઈપણ વ્યક્તિને પોતાનો મત આપે, પરંતુ જાતિ, સંપ્રદાય અને પાર્ટીના આધારે મત ન આપે. તેઓ જે વ્યક્તિને પોતાનો મત આપે તે વ્યક્તિ નશાબાજ કે દગાખોર ન હોય. જાહેરમાં આર્થિક અનીતિઓથી ખરડાયેલો ઉમેદવાર પ્રજાનું હિત સંપાદન કઈ રીતે કરી શકે? અપરાધોની ભૂમિકા સાથે સંકળાયેલો માણસ પ્રજાને સાચો ન્યાય કઈ રીતે આપી શકે? જે વ્યક્તિ મત મેળવવા માટે કાંઈ પણ કરી શકે છે, તે પોતાની ખુરશી બચાવવા માટે કાંઈ પણ કરતાં સંકોચ કેમ અનુભવશે ? પ્રાદેશિક કે કેન્દ્રિય કોઈ પણ કક્ષાએ થતી ચૂંટણીમાં આર્થિક પ્રલોભન, માદક દ્રવ્યોનો ઉપયોગ, શત્રુશક્તિ તથા અસામાજિક તત્ત્વોની મદદ વગેરે જોવા મળે છે, તેનાથી લોકતંત્રની પ્રતિષ્ઠા કલંકિત બને છે. આઘાતો પણ ઉપયોગી
ભારત જેવો મહાન દેશ આજે સંસ્કૃતિઓ, મજહબો, કોમો અને સ્વાર્થપ્રેરિત રાજનીતિના આધારે તૈયાર થતા પક્ષોમાં વિભાજિત થઈ ગયો છે. આ જેટલું કડવું સત્ય છે તેનાથી પણ વધુ કડવું સત્ય એ છે કે માણસ અંદરથી વિભાજિત થઈ ગયો છે. તેની સંવેદનાના સ્રોત સુકાતા જાય છે. તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી રહ્યો છે. તેના આકર્ષણનું સૌથી મોટું કેન્દ્ર અર્થ અને સત્તા બની ગયાં છે. આવા સંજોગોમાં ઉપદ્રવોને કેવી રીતે રોકી શકાય ? આને કારણે લોકો નિરાશ થઈ રહ્યા છે. હું તો હજી પણ નિરાશ નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે ભયંકર આઘાત લાગ્યા છે અથવા લાગી રહ્યા છે તે જાગરૂકતા માટે ઉપયોગી બની શકે તેમ છે. કોઈ વ્યક્તિના માથા ઉપર ભારે આઘાત લાગે. આઘાતને કારણે તેની ખોપડી ખૂલી જાય કરીe રમતોને આપતો સ્કેવી રીતે આપવો ૩weets
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org