________________
તો એમ કહેવામાં આવે છે કે તેનું ભાગ્ય ખૂલી ગયું. દેશને લાગેલા આઘાતો વડે કોઈ માર્ગ મોકળો થઈ જાય તો સંસદની ગરીમા અખંડ રહી શકે છે.
સંસદની પોતાની જવાબદારી હોય છે. અને ન્યાયપાલિકાને પણ પોતાની જવાબદારી હોય છે. જો સંસદનું કામ ન્યાયપાલિકાએ કરવું પડે તો એનાથી મોટી મજાક બીજી શી હોઈ શકે ? બંધારણના નિર્માણ અને રાષ્ટ્રના સંચાલનની જવાબદારી સંસદસભ્યોની હોય છે. હજી પણ જો સંસદ સાચા અર્થમાં સંસદ બની રહે અને તેમાં ખોટી વ્યક્તિઓનો પ્રવેશ ન થાય તો ભૂલ સુધારવાનું શક્ય છે. આ ત્યારે જ થઈ શકશે જ્યારે દેશના મતદારો લોકતાંત્રિક આસ્થાવાળા, ચારિત્રશીલ, કર્મશીલ અને ચિંતનશીલ લોકોની શોધ કરીને તેમને અનુરોધ કરે કે તેઓ તેમના મતનો ઉપયોગ કરે.
લોકસભાની પીઠ ઉપર
અણુવ્રતનો એક કાર્યક્રમ છે- ચૂંટણીશુદ્ધિ. અણુવ્રતી કાર્યકર્તા પોતાની ક્ષમતા પ્રમાણે કાર્યમાં જોડાયેલા છે. દેશભરની અણુવ્રત સમિતિઓ જાગરૂક થઈ રહી છે. નાગોર અને ચૂરુ જિલ્લામાં ‘અણુવ્રત રથયાત્રા’ દ્વારા લોકચેતના જગાડવાનું કામ થઈ રહ્યું છે. લાડનુંમાં આયોજિત ‘લોકતંત્ર અને ચૂંટણીશુદ્ધિ' સંગોષ્ઠીએ પણ વાતાવરણ જમાવ્યું છે. અમારું એક જ સ્વપ્ન છે કે દેશની પ્રતિમા સુંદર અને સાફસુથરી હોય. કેટલાક લોકોએ મને કહ્યું, ‘સારા સારા અણુવ્રતીઓને ચૂંટણીમાં ઊભા રાખવા જોઈએ.' આ કામ અમારું
નથી. અમારી પોતાની મર્યાદાઓ છે. અમારે ન તો દેશની સક્રિય રાજનીતિ સાથે જોડાવાનું છે અને ન તો કોઈ પક્ષવિશેષ કે વ્યક્તિવિશેષને મહત્ત્વ આપવાનું છે. દેશની પ્રજાને અમારું એ જ આહ્વાન છે કે લોકતંત્રની પવિત્રતાને સુરક્ષિત રાખવા માટે તે સંપૂર્ણ જાગરૂક રહે. લોકસભા જેવી પવિત્ર પીઠ ઉપર અયોગ્ય તત્ત્વ પ્રતિષ્ઠિત થઈ જશે તો તેની પવિત્રતા સુરક્ષિત નહીં રહી શકે.
Jain Educationa International
નવું દર્શન નો સમાજ
For Personal and Private Use Only
www.jainelibrary.org