________________
TET-I
TET ITI
JITE
પાલા અણુવ્રતની દાર્શનિકો
ભારતનો આત્મા શો છે ? આ પ્રશ્નનો સીધોસાદો ઉત્તર છેઅધ્યાત્મ. અધ્યાત્મના ક્ષેત્રમાં વિકાસની પોતાની પરિભાષા છે. તે અનુસાર સડકો, બંધો, વિદ્યુતપરિયોજનાઓ, ઔદ્યોગિક પ્રતિષ્ઠાન, ભવ્ય ભવનો, વાહનો, કોમ્યુટરો તથા યંત્રમાનવોના આધારે વિકાસનું માપન થઈ શકતું નથી. વિકાસનું મૂળ હાર્દ છે- સંયમ, સાદગી, ભાઈચારો, અનુશાસન વગેરે જીવનમૂલ્યો. બીજા શબ્દોમાં કહીએ તો વ્રતચેતનાનો વિકાસ જ સાચા અર્થમાં વિકાસ છે. ભારતીય લોકજીવનમાં કાનૂન અને સજા કરતાં પણ કોઈ સવાયું તત્ત્વ હોય તો તે વ્રત છે.
આજથી પચાસ વર્ષ પહેલાં ભારત ઉપર વિદેશી ગુલામીના પંજાની પક્કડ હતી. ભારતવાસીઓએ દેશને સ્વતંત્ર કરવાનો સંકલ્પ કર્યો. સંકલ્પસિદ્ધિ માટે પુરુષાર્થનો પ્રયોગ થયો. સંકલ્પ ફળ્યો. ભારત સ્વતંત્ર દેશ બન્યો. પરંતુ સ્વતંત્રતાનો આનંદ મળ્યો નહિ. અનાચારના કાળા ઓળા ભય ફેલાવી રહ્યા હતા. તેવા સમયે એક નૈતિક આંદોલન તરીકે અણુવ્રતનો આવિભતિ થયો. નાનક્તા રૂપમાં જે અભિયાન ચાલ્યું તે આજે બીજમાંથી વટવૃક્ષ બનીને, દેશની સીમાઓ પાર કરીને આંતરરાષ્ટ્રીય આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
અણુવ્રત બે શબ્દોના સંયોગથી બનેલો એક શબ્દ છે. કોઈપણ વ્રત પોતે અણુ નથી હોતું. પરંતુ આ સાપેક્ષ ચિતન છે. મહાવ્રતની તુલનામાં અણુવ્રત શબ્દનો ઉપયોગ થયો. આ વિભાજન મૂળભૂત રીતે ભગવાન મહાવીરે કર્યું. અણુવ્રત શબ્દ અમે તેમની પાસેથી જ લીધો અને વિશેષ વ્યાપક બનાવવાનો પ્રયત્ન કર્યો અણુ એટલે શકારણ કરણાભાલાણીતાણાવતીની દાણનિક ભકિત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org