________________
બીજાઓના જે ભાવ કે વ્યવહાર તેને બરાબર નથી લાગતા તેવા જ ભાવ અને વ્યવહારમાં તે સ્વયં આવી જાય છે ત્યારે તેને કશું ભાન રહેતું નથી. શક્ય છે કે તે પોતાના વિશે એટલો બધો આશ્વસ્ત બની તો હોય કે જાણે તેનું કોઈ કામ ખોટું હોઈ જ ન શકે. આ જ એ બિંદુ છે કે જ્યાંથી પરિવર્તનની દિશા બંધ થઈ જાય છે.
સ્વભાવપરિવર્તનનું સૂત્ર છે વિનિવર્તના. વિનિવર્તના એટલે નિષેધાત્મક ભાવોથી અપ્રભાવિત રહેવાનો સંકલ્પ. આ સંકલ્પની સ્વીકૃતિ સાથે જ એવો પુરુષાર્થ પ્રારંભ થઈ જાય છે કે જે પહેલેથી પ્રભાવી ભાવોને નિર્વીર્ય બનાવી શકે, તેમનાથી છૂટકારો અપાવી શકે. તેને માટે ગંભીર પર્યાલોચનની અપેક્ષા રહે છે. પોતાની ભીતરમાં અવલોકન કરનાર વ્યક્તિ જ આ બોધ પામી શકે છે કે તેનામાં કયો ભાવ અધિક સક્રિય છે. મારું રૂપ કેવું છે ?
ભાવોના દર્પણને સામે મૂકીને પોતાનો ચહેરો જોવો આવશ્યક છે. ચહેરો પણ બહા૨નો નહીં, અંદ૨નો જોવાનો છે. જ્યાં સુધી તે દેખાશે નહીં ત્યાં સુધી વ્યક્તિ પોતાના સ્વરૂપથી પરિચિત થઈ શકશે નહીં. સ્વરૂપબોધ માટે તેનામાં જિજ્ઞાસા જાગવી જોઈએ. હું કેવો છું ? જિજ્ઞાસા પછી બીજી વાત છે ભૂખ. હું કંઈક બનવા ઇચ્છું છું. જ્યાં સુધી આ ભાવ જાગતો નથી ત્યાં સુધી પુરુષાર્થનું દ્વાર ખૂલતું નથી. પુરુષાર્થનો દરવાજો ખટખટાવવા માટે ચિકીર્ણ-કંઈક કરવાની ઇચ્છા હોવી આવશ્યક છે. નહીંતર વ્યક્તિ કોઈપણ દિશામાં આગળ વધી શકશે નહીં.
દિશા-નિર્ધારણના અભાવે ક૨વામાં આવેલો પુરુષાર્થ સાર્થક બનતો નથી. રાજસ્થાનીમાં એક કહેવત છે, આંધો બટે જેવડી લારે પાડો ખાય.' કોઈ આંધળી વ્યક્તિ લીલા ઘાસનું દોરડું બનાવી રહી હતી. દોરડું જેમ જેમ તૈયાર થતું હતું તેમ તેમ પાછળની દિશામાં તે સરકાવતી હતી. ત્યાં ભેંસનો એક પાડો ઊભેલો હતો. જેટલી દોરી પાછળ તરફ સરકતી તેટલી પાડો ખાઈ જતો હતો. તે આંધળી વ્યક્તિનો આખા દિવસનો પરિશ્રમ પાડાના પેટમાં પહોંચી ગયો. લક્ષ્મણ નહિ પલટે લાખો
નિષેધાત્મક ભાવોમાં જીવવાથી લાભ થાય કે ગેરલાભ ? ચિંતનની આ પણ એક દિશા છે. શું આ ભાવ શરીરને સ્વસ્થ રાખે ખોના દર્પનનાં પોતાનું પ્રતિબિંબ
૧૦૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org