________________
છે ? મનને સમાધિસ્થ રાખે છે ? વિચારોના દ્વંદ્રને સમાપ્ત કરે છે ? સમૂહની સાથે સમાયોજનની અભિવૃત્તિ જગાડે છે ? વ્યક્તિને સહિષ્ણુ બનવાનું શીખવાડે છે ? જો આ પ્રશ્નોના ઉત્તરો સકારાત્મક હોય તો બહું મોટું આશ્ચર્ય છે. કોઈ પણ માનવી નષેધાત્મક ભાવોની લાકડીના ટેકે ઊરિોહણ કરી શકતો નથી.
જો એમ સ્વીકારી લેવામાં આવે કે નિષેધાત્મક ભાવો વડે ન તો સ્વાસ્થ્ય મળે છે અને ન તો સમાધિ મળે છે, પરંતુ તેની પક્કડથી મુક્ત થવું કઠિન છે. બધું જ બદલાઈ શકે છે પરંતુ માનવીના સંસ્કારોમાં પરિવર્તન લાવવાનું કામ જિટલ છે. કહેવામાં આવે છે કે બારૈ કોસાં બોલી પલટે, ફલ પલટે પાકાં
જરા આયાં કેશ પલટે, લક્ષ્મણ નહિં પલટે લાખાં
બાર ગાઉએ બોલી બદલાય છે. પાકી ગયેલાં ફળોનો રંગ બદલાઈ જાય છે. ઘડપણ આવતાં જ વાળનો રંગ બદલાઈ જાય છે પરંતુ માનવીનો સ્વભાવ લાખ પ્રયત્ન કરવા છતાં પણ બદલાતો નથી. આ જનશ્રૃતિને એકાંતિક રીતે સત્ય ન માનીએ તો પણ એટલું તો નિશ્ચિત છે કે સઘન પુરુષાર્થ વગર સંસ્કાર બદલાતા નથી.
સંસ્કારોમાં પરિવર્તન આવી શકતું નથી આ માન્યતાનો અભિનિવેશ છે. જો આ વાત સાચી હોત તો સાધના, તપસ્યા અને પ્રયોગોની વ્યર્થતા પુરવાર થઈ જાત. પછી ન તો પ્રશિક્ષણની અપેક્ષા રહે અને ન તો પ્રયોગોની મૂલ્યવત્તા પ્રમાણિત થાય. આજેય અમારી આસ્થા એવી છે કે માનવી બદલાઈ શકે છે. અલબત્ત, તે પરિવર્તનના લક્ષ્ય માટે પ્રતિબદ્ધ હોવો જોઈએ. આ ભૂમિકામાં તેની વિચારણાનાં બિંદુઓ નીચે મુજબ હશે :
* માનવી ચક્ષુષ્માન છે કે નહીં ?
* માનવી કાંઈ જુએ છે કે નહીં ?
* માનવીમાં મહત્ત્વાકાંક્ષા છે કે નહીં?
*
*
માનવીનો દૃષ્ટિકોણ સુવિધાવાદી છે કે નહીં ?
માનવીનો વિશ્વાસ પરિવર્તનમાં છે કે નહીં?
*
માનવીનો પુરુષાર્થ પરિવર્તનની દિશામાં છે કે નહીં ? * માનવીમાં સહિષ્ણુતા છે કે નહીં ?
નવું દર્શન નવો સમાજ ૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org