________________
કોઈ કમી નહીં, છતાં પરિવારના મુખ્ય શેઠ ખૂબ દૂબળા-પાતળા હતા. તેમને ન તો પૂરી ભૂખ લાગતી હતી અને ન તો રાત્રે પૂરી નિંદ આવતી હતી.
શેઠજીના બંગલાની બરાબર સામે જ એક બીજો પરિવાર રહેતો હતો. સામાન્ય મકાન, સામાન્ય કમાણી અને સામાન્ય જીવનશૈલી. ન કોઈ આધુનિક સાધન કે ન તો તે મેળવવાની લાલસા. પરિવારના તમામ લોકો પરિશ્રમી હતા. આખો દિવસ સખત મહેનત કરતા હતા. ત્રણ વખત ભોજન લેતા. રાત્રે મીઠી નિદ્રા લેતા. મસ્તીનું જીવન જીવતા. ન કોઈ ચિંતા અને ન કોઈ પ્રતિસ્પર્ધા. દરરોજ જેટલું કમાતા એમાં જ સંતોષ માનતા.
ન
એક દિવસ શેઠાણી પોતાના બંગલાની છત ઉપર બેઠી હતી. શેઠજી પણ ત્યાં જ હતા. શેઠાણીની દૃષ્ટિ સામેના મકાન તરફ ગઈ. તેમણે ઋષ્ટપુષ્ટ અને સ્વસ્થ પાડોશીઓને જોયા. તેમના મનમાં જિજ્ઞાસા જાગી. તેમણે શેઠજીને કહ્યું, ‘શેઠ સાહેબ ! આપણા ઘરમાં કોઈ વાતની કમી નથી. ધનદોલત એટલાં છે કે બંને હાથે વહેંચવા છતાં કોઈ મુશ્કેલી ન પડે. ખાવા-પીવાની સઘળી સમુચિત વ્યવસ્થાઓ છે. આમ છતાં આપનું શરીર કૃશ બનતું જાય છે. અત્યારે તો આપણા દીકરાની પણ તિબયત ઠીક નથી. આપ જુઓ સામેના પડોશીના પરિવારને. તે તમામ લોકોની તંદુરસ્તી કેવી સરસ છે !’
શેઠાણીની વાત સાંભળીને શેઠજી બોલ્યા, ‘આપણા અને તેમના પરિવારમાં જે તફાવત છે તે તું નહીં સમજી શકે. તે લોકો હજી સુધી નવ્વાણુના ચક્કરમાં નથી પડ્યા. તેથી કમાય છે અને મસ્તીથી ખાય-પીએ છે. માનવીનું સુખ-ચેન છીનવી લેનાર જો કોઈ હોય તો તે છે નવ્વાણુનું ચક્કર.
શેઠાણી પૂછ્યું, ‘આ નવ્વાણુનું ચક્કર તે વળી શી વાત છે ?' શેઠજીએ કહ્યું, ‘તું જોયા કર. હું આવું જ એક ચક્કર હવે ચલાવું છું.’
શેઠજીએ એક થેલીમાં નવ્વાણુ રૂપિયા ભર્યા. રાત્રે સૌ સૂઈ ગયા. ત્યારપછી તે થેલી પાડોશીના ઘરમાં ફેંકાવી દીધી. સવારે પાડોશી પરિવારનો મુખ્ય માણસ જાગ્યો. તેણે ઘરના આંગણામાં રૂપિયા ભરેલી થેલી જોઈ. તેણે થેલી ખોલી. તેમાં ચાંદીના રૂપિયા હતા. રૂપિયાની ગણતરી કરી. પૂરા નવ્વાણુ રૂપિયા હતા. તેણે ભાગ્યની પ્રશંસા કરી. ભગવાનનો આભાર માન્યો. અને પોતાના અર્થશાસ્ત્રના બે અધ્યાય સાધનશુદ્ધિ અને સંયમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org