________________
૧૩
અપરાધની ચેતના ક્યાંથી આવે છે ?
જૈન તીર્થંકરોએ આધ્યાત્મિક વિકાસની તરતમતાને ધ્યાનમાં રાખીને જીવની ચૌદ ભૂમિકાઓનું વર્ણન કર્યું છે. તેમને માટે જીવસ્થાન અથવા ગુણસ્થાન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ચૌદ ભૂમિકાઓમાં છ ભૂમિકાઓ સુધી ચેતનાનું તળિયું સાફસુથ રહેતું નથી. તેની ઉપ૨ વિકૃતિઓના ડાઘ પડતા રહે છે. ચેતનાને વિકૃત કરનાર સૌથી મોટું તત્ત્વ વિપરીત દૃષ્ટિકોણ છે. જ્યાં સુધી સાચા દૃષ્ટિકોણનું નિર્માણ થતું નથી, ત્યાં સુધી ચેતનાની પવિત્રતાનું લક્ષ્ય બની શકતું નથી. ચેતનાના વિકાસનું માપ તેની પવિત્રતાના આધારે જ શક્ય છે. ચેતના જેટલી પવિત્ર હશે એટલું જ વ્યક્તિનું આભામંડળ પણ ઉજ્જવળ અને પવિત્ર હશે. પવિત્ર આભામંડળવાળા ક્ષેત્રમાં અપરાધની ઘૂસણખોરી થઈ શકતી નથી.
ચોથી ભૂમિકામાં દષ્ટિકોણ સમ્યક્ બને છે. વ્યક્તિ સારાને સારું અને ખરાબને ખરાબ સમજવા લાગે છે. કોઈ પ્રવૃત્તિને ખરાબ સમજવા છતાં તેને છોડી નથી શકાતી. નશો કરનાર વ્યક્તિ જાણે છે કે તેનું ભવિષ્ય અંધકારમય છે છતાં તે તેને છોડી શકતો નથી. કારણ કે સમ્યક્ દૃષ્ટિકોણનો સંબંધ દર્શન મોહના ક્ષય, ક્ષયોપશમ અથવા ઉપશમ સાથે છે. જ્યારે દુષ્પ્રવૃત્તિ છોડવામાં ચારિત્ર મોહનો ક્ષય, ક્ષયોપશમ અથવા ઉપશમ નિમિત્ત બને છે. તેથી પાંચમી ભૂમિકા ઉપર ઊભી રહેનાર વ્યક્તિ પોતાની ચારિત્રિક ઉજ્જવળતાની સુરક્ષા કરી શકતી નથી.
Jain Educationa International
છઠ્ઠી ભૂમિકામાં પહોંચનાર વ્યક્તિ પોતાના આચરણની પવિત્રતા માટે સંકલ્પિત હોય છે. જ્યાં સુધી જાગરૂકતા રહે છે ત્યાં સુધી તેનો સંકલ્પ પુષ્ટ થતો રહે છે. જાગરૂકતામાં ઊણપ આવતાં જ
રાધાની ચેનામાંથી આવે છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org