________________
તે અલિત થઈ જાય છે, સ્વીકૃત સંકલ્પને તોડી નાખે છે. તેની ચેતના ચંચળ બને છે અને તે અપરાધ જ્ઞતમાં પ્રવેશ કરી બેસે છે. અપરાધોનાં ચક્રભૂહમાં પ્રવેશ્યા પછી ત્યાંથી નીકળવાનું અસંભવ નહીં તો મુશ્કેલ તો જરૂર છે જ. અપરાધની દિશામાં પ્રસ્થાન
માનવી સુખેથી જીવવા ઈચ્છે છે. મન સદા પ્રસન્નતાથી સભર રહે, એવી તેની આકાંક્ષા હોય છે. સુખ અથવા પ્રસન્નતા મેળવવાના અનેક રસ્તા હોઈ શકે છે. હું અહીં બે રસ્તાની વાત કરવા ઈચ્છું છું. સંસ્કારશીલતા અને સંસ્કારહીનતા. અધ્યાત્મના સંસ્કારોથી સંસ્કારિત વ્યક્તિ આત્માની પવિત્રતામાં સુખનો અનુભવ કરે છે. સંસ્કારહીન વ્યક્તિ ગમે તે રીતે સુખ સુવિધા મેળવવા ઇચ્છે છે. તે માત્ર વર્તમાનને જ જુએ છે અને સુખાભાસને પણ સુખ સમજીને સંતુષ્ટ થઈ જાય છે. સંસ્કારી વ્યક્તિ પ્રવૃત્તિના પરિણામનું પણ ધ્યાન રાખે છે. તે જાણે છે કે ક્ષણિક સુખ આપનાર પદાર્થ અને પ્રસંગ અત્યંત દુઃખનું કારણ બને છે. તેથી તે જીભને લોભાવનારા મધુબુંદના આકર્ષણમાં જીવન ઉપર તોળાઈ રહેલા ભયની ઉપેક્ષા કરતો નથી.
ભૌતિક ચળકાટ, બાહ્ય આડંબર અને આધુનિક સુવિધાના આકર્ષણમાં બંધાયેલી વ્યક્તિ કરણીય અને અકરણીય વચ્ચેની ભેદરેખા મિટાવી દે છે. એવી વ્યક્તિની મનોવૃત્તિનું ચિત્રણ કરતાં એક સંસ્કૃત કવિએ લખ્યું છે કે
થરંભિધાતુપર્ટછિન્યાકુર્યાત રાસબરોહણ યેનકેન પ્રકારેણ, પ્રસિદ્ધ પુરુષો ભવેત્તા ‘મારે પ્રસિદ્ધિ મેળવવી છે એવું ભૂત જેના માથા ઉપર સવાર થઈ જાય છે તે ઘડા ફોડે છે, કપડાં ફાડે છે, ગધેડા ઉપર સવારી કરે છે, અને ન કરવા જેવું કોઈ પણ કામ કરી નાખે છે. ગમે તે રીતે પ્રસિદ્ધિ મેળવવાની ભાવના મોહાવિલ ચેતનાનું પરિણામ છે.
કારણ વગર સાત વ્યક્તિઓની હત્યા કરનાર વ્યક્તિ પકડાઈ ગઈ. તેને જેલની સજા થઈ. અખબારમાં તેનો ફોટો પ્રગટ થયો. જેલરે તેને તે અખબાર બતાવ્યું. તે ખુશીથી નાચવા લાગ્યો. જેલરે તે અસ્વાભાવિક મનોદશાનું કારણ પૂછ્યું. તો તે બોલ્યો, “મારું સ્વપ્ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org