________________
|
પારદર્શક
વિક
ઈતિહાસની વાતો અનેક લોકો કરતા હોય છે.
ભવિષ્યની કલ્પનાઓ અને તરંગો પણ અનેક લોકો કરતા હોય છે.
પરંતુ વર્તમાનના પરિઘમાં રહીને ચિવનાથાષા
ભૂતકાળની સંસ્કૃતિ તથા ભવિષ્યની આવશ્યકતાઓને સમાંતરે ચલાવવાનું કામ બહુ ઓછા લોકો કરી શકતા હોય છે, કારણ કે એ માટે પ્રજ્ઞાપૂર્ણ પ્રતિભા અને તટસ્થ દૃષ્ટિકોણની અપેક્ષા રહે છે.
યુગપુરુષ શ્રી તુલસીજીના અત્રે ગ્રંથસ્થ વિચારો ખૂબ સમ્યક અને હદયંગમ છે. તેમના વિચારના કેન્દ્રમાં માણસ છે. ધર્મ અને વિજ્ઞાનના સમન્વય થકી, માનવઉત્કર્ષની વાત કરનાર આ મનીષી પાસે ગજબનું ભાષાસામર્થ્ય પણ છે. ગહન વાતને પણ સહજ રીતે તેઓ વ્યક્ત કરે છે. બીજી રીતે કહીએ તો "વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી" એવી ભાવનાનો અહીં ઉદ્ઘોષ થયો છે.
"નવું દર્શન : નવો સમાજ" એટલે અતીતથી આરંભાયેલી અનંતકાળા સુધીની વિચારયાત્રા. આ માત્ર વિચારયાત્રા જ નથી, અણુવ્રત, પ્રેક્ષાધ્યાન અને જીવન વિજ્ઞાન નો પ્રાયોગિક ત્રિવેણી સંગમ છે. સંઘના XIII
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org