________________
વ્યાપક છે. ત્રણેયનો સ્વતંત્ર ઉપયોગ છે. છતાં ત્રણેય મળીને એક સ્વતંત્ર કાર્યક્રમનું રૂપ ધારણ કરે છે. પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે તેમાં શ્રેષ્ઠતા કોની છે ? આ પ્રશ્નનું સમાધાન સાપેક્ષ દષ્ટિએ આપી શકાય છે કે સામાન્ય રીતે જે સમયે જે કાર્યક્રમનો પ્રસંગ હોય છે, સમગ્ર શક્તિનું નિયોજન તેના ઉપર જ કરવામાં આવે છે. આ અપેક્ષાએ કોઈ ઓછું કે વધારે નથી. ત્રણેયનું તટસ્થ મૂલ્યાંકન કરવું હોય તો અણુવ્રતને તમામ કાર્યક્રમોનો પાયો માની શકાય છે. પ્રેક્ષાધ્યાન ભવન છે. તેમાં નિવાસ કરનાર છે. વિદ્યાર્થી, અધ્યાપક અને અભિભાવક. તેમની વચ્ચે ચાલનારો કાર્યક્રમ જીવનવિજ્ઞાન છે. તેમાં કોઈ એકને પણ આમતેમ કરી શકાતું નથી.
જીવનવિજ્ઞાનનો સીધો સંબંધ વિદ્યાર્થીઓ સાથે છે. પરંતુ એકલા વિદ્યાર્થીઓ શું કરી શકે ? તેમને જીવનવિજ્ઞાનનું સાચું પ્રશિક્ષણ આપનાર અધ્યાપકો નહીં મળે તો પુસ્તકોનો જ ભાર વધશે. કદાચ યોગ્ય પ્રશિક્ષક મળી જાય અને વિદ્યાર્થી મન લગાવીને પ્રશિક્ષણ પ્રાપ્ત કરે છતાં ઘરનું વાતાવરણ બરાબર નહીં હોય તો સ્કૂલની વાતો સ્કૂલ પૂરતી જ મર્યાદિત બની રહેશે. જીવનવિજ્ઞાનની સૈદ્ધાન્તિક બાજુને પ્રાયોગિક ભૂમિકા આપવા માટે ત્રિકોણાત્મક અભિયાન આવશ્યક છે. પ્રશિક્ષઓની ગ્રહણશીલતા, પ્રશિક્ષકોનો પુરુષાર્થ અને અભિભાવકોની જાગરૂકતાનો યોગ થવાથી અપેક્ષિત પરિણામ લાવી શકાય છે. અણુવ્રત છે પાયાનો પથ્થર
અણુવ્રત આપણા સાર્વજનિક કાર્યક્રમોનું આધારભૂત તત્ત્વ છે. અમે લોકોની નજીક ગયા અને લોકોએ કાર્યક્રમોનું મૂલ્યાંકન કર્યું. તેનું નિમિત્ત અણુવ્રત છે. અણુવ્રતની પૂર્વે અમારી ઓળખ તેરાપંથી આચાર્ય તરીકે હતી. તેરાપંથી પણ એવા કટ્ટર કે અમે અમારી કાર્યસીમાને અત્યંત સંકુચિત રાખતા હતા. કોઈ સુધારક અમને સમાજસુધારનો કાર્યક્રમ ચલાવવાનો અનુરોધ કરે તો અમે તેનો સ્વીકાર કરતા નહોતા. અમારું ચિંતન એવું હતું કે પ્રવચન કરવું અને સામાયિક, પૌષધ વગેરે ત્યાગ-પ્રત્યાખ્યાન કરવાં એ જ અમારું કામ છે. સમાજ અને પરિવારની કુપ્રથાઓ સાથે અમારે શી લેવા દેવા ? એવા ખ્યાલને આધારે અને સામાજિક બૂરાઈઓને છોડવાનો ઉપદેશ
એકવીસમી સદીનો માનવી કેવો હશે? • ૧૯૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org