________________
મોરારજી દેસાઈનું પણ હતું. અમે દક્ષિણની યાત્રામાં ભાષાવિવાદના કેન્દ્ર ચિદમ્બરમ્માં ગયા. ત્યાં અન્નામલે વિશ્વવિદ્યાલયમાં અમારો કાર્યક્રમ હતો. કેટલાક લોકોને આશંકા હતી કે હિંદી ભાષાને કારણે વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ કંઈક ગરબડ ઊભી કરશે. મેં મારા પ્રવચનના પ્રારંભમાં તમિલ ભાષામાં બે વાક્યો રજૂ કર્યા- “જો હું તમિલ ભાષા જાણતો હોત અને તમિલ ભાષામાં બોલી શકતો હોત તો મને પ્રસન્નતાનો અનુભવ થાત. હું તમિલ ભાષા જાણતો નથી તેથી મારી વાત હિંદીમાં કહી રહ્યો છું. ત્યાર બાદ મેં આખું પ્રવચન હિંદીમાં ભાષામાં આપ્યું. તેનો અનુવાદ તમિલ ભાષામાં કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ અત્યંત શાંતિ, સ્થિરતા અને પ્રસન્નતાપૂર્વક પ્રવચન સાંભળ્યું. તેથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે તેમના મનમાં ભાષાની બાબતે કોઈ આગ્રહ નહોતો. તેમને રાજનીતિનાં મહોરાં બનાવીને હિંદી-વિરોધનું વાતાવરણ સર્જવામાં આવ્યું હતું. ભાઈચારાનાં સાધક અને બાધક તત્વો
ભાઈચારો એવું તત્ત્વ છે કે જે સંવેદનાના શ્રોતને પ્રવાહમાન રાખે છે. જ્યાં સંવેદનાઓ લીલીછમ હોય છે, ત્યાં માનવી પોતાના ચિંતન અને વ્યવહાર દ્વારા કોઈને દુઃખી કરી શકતો નથી. જ્યાં ભાતૃભાવ મુખર હોય છે ત્યાં કોઈપણ કાર્ય બોજ બનતું નથી. એક છોકરી પોતાના ભાઈને ઊંચકીને પર્વત ઉપર ચડી રહી હતી. સામેથી એક સંન્યાસી નીચે ઊતરી રહ્યા હતા. તેમણે છોકરીને કહ્યું, “બેટા આટલો બધો ભાર ઊંચકીને તું પર્વત ચડી રહી છે, તને થાક તો નથી લાગ્યો ને ?' સંન્યાસીની વાત સાંભળીને છોકરી છંછેડાઈને બોલી, બાબા ! ભાર ક્યાં છે ? આ તો મારો ભાઈ છે !' સંન્યાસી હતુપ્રભ બની ગયા. તેમને નવો બોધપાઠ મળ્યો. તેમણે મનોમન કહ્યું, “ આ નાનકડી છોકરી પોતાના ભાઈને ભાર માનતી નથી અને હું તો સંન્યાસને પણ ભાર સમજી રહ્યો છું !'
ભાઇચારો અત્યંત ઉપયોગી છે છતાં તેમાં ઓટ કેમ આવી ? આ પ્રશ્ન ઉપર વિચાર કરવામાં આવે તો કેટલાંક કારણો જાણવા મળે છે. સ્વાર્થી મનોવૃત્તિ, કષાયની તીવ્રતા, આધ્યાત્મિક આસ્થાની ઓછપ, વિધાયક દૃષ્ટિકોણનો અભાવ વગેરે તત્ત્વો ભાઈચારા માટે બાધક છે. તેમને ખતમ કરવા માટે દઢ સંકલ્પ સહિત સહિષ્ણુતા, મૈત્રી, સામંજસ્ય વગેરે અનુપ્રેક્ષાઓનો અભ્યાસ આવશ્યક છે. જેમ
ક8:કાકાનવું દર્શન નવોસમાજ
કરી
00000
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org