________________
કારણે તે ક્ષત-વિક્ષત થઈ રહી છે. એક સમય એવો હતો કે જ્યારે પરિવારના તમામ સભ્યો સાથે રહેતા હતા. એકબીજાનાં સુખ-દુઃખમાં સહભાગી બનતા હતા. એક ભાઈ રુગ્ણ, અપંગ કે દિવંગત થાય તો તેનો પરિવાર નિરાધાર બનતો નહોતો. અત્યારે બે ભાઈઓ પણ સાથે રહેવાની સ્થિતિમાં નથી. તેમના અંતઃકરણમાં વહેતી ભાતૃત્વ ભાવની સરિતા સુકાઈ ગઈ છે. તેથી ભાઈચારાની ભાવનાનો વિકાસ વિશેષ અપેક્ષિત બન્યો છે.
એક પાડોશમાં રહેતા હિંદુ અને મુસલમાન પરિવારને પ્રેમપૂર્વક રહેતા અમે જોયા છે. તેઓ પરસ્પર કાકા, મોટાબાપા જેવા આત્મીય સંબંધોની મીઠાશમાં જીવતા હતા. એકબીજા પ્રત્યે તેમને અગાધ વિશ્વાસ હતો.આજે તે વિશ્વાસને શું થઈ ગયું છે ? કોઈ મંદિરને તોડે છે તો કોઈ મસ્જિદને ધ્વસ્ત કરે છે. મંદિર અને
મસ્જિદને ચુંટણીનો મુદ્દો બનાવવામાં આવે છે. કોમવાદનું આ ભૂત માનવીના માથા ઉપર સવાર થઈને નાચી રહ્યું છે. જાતિવાદની દીવાલો ઊંચી થતી જાય છે. છૂત અછૂતનો રોગ માનવતાને ખંડિત કરી રહ્યો છે. રંગભેદની નીતિ માનવીય સંબંધોમાં ખાઈઓ સર્જી રહી છે. આ બધાં એવાં કારણો છે કે જે આપણને સૌને ભાઈચારાની વાતનું મહત્ત્વ સમજવા વિવશ કરી રહ્યાં છે.
ભાષા પણ એક અવરોધ છે
મજહબ, જાતિ વગેરેની જેમ ભાષા પણ ભાઈચારાનાં મૂળ કાપવાની કુહાડી બની જાય છે. દક્ષિણ ભારતમાં હિંદી ભાષાના વિરોધે કેવું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ! તે વિરોધમાં વિદ્યાર્થીઓની શહાદતે ઇતિહાસનાં પૃષ્ઠોને જે કલંકિત કર્યાં છે, તેને શું ક્યારેય ધોઈ શકાશે ? સમજાતું નથી કે શું ભાષા પણ કોઇ વિવાદની બાબત છે ? ભાષા તો ભાવોની અભિવ્યક્તિનું માધ્યમ માત્ર છે, તેને વિવાદનો વિષય બનાવીને ભાષાવાદ ફેલાવનારા લોકો ક્યારેય માનવજાતિનું કલ્યાણ કરી શકતા નથી.
અમે દક્ષિણ ભારતની યાત્રા કરી
અનેક વ્યક્તિઓએ અમને કહ્યું, “આપ દક્ષિણ તરફ ન જશો કદાચ જવું જરૂરી જ હોય તો ત્યાં હિંદી ભાષામાં ન બોલશો. જો હિંદી ભાષામાં જ બોલવાનું થાય તો પોતાના આવાસ સ્થળની બહાર ન જશો'. આવો પરામર્શ આપના૨ વ્યક્તિઓમાં એક નામ સઘળા દેશોનો એક સિક્કો ભાઇચારો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org