________________
રાજલ સર ચાતુર્માસમાં મારા પગમાં સાઈટીકાનું દર્દ શરૂ થયું. ડોક્ટરે મને પૂર્ણ આરામ કરવાની સલાહ આપી. વિશ્રામનો એવો આદેશ મારા જીવનનો પ્રથમ પ્રસંગ હતો. આખો દિવસ સૂઈ રહેવાની કલ્પનાએ મને નિરાશ કરી મૂક્યો. પરંતુ હું તરત સજાગ બની ગયો. મેં વિચાર્યું કે નિરાશા વળી શાની ? ડોક્ટર કહે છે કે કોઈ ખાસ સમસ્યા નથી. માત્ર એક નસ દબાઈ છે. વિશ્રામ કરવાથી તે સંજોગો બદલાઈ જશે.
આવા સમયમાં હું નિષેધાત્મક ભાવોમાં પહોંચી જાઉં તો બીજાઓને શું કહીં શકું ? મારે આ સ્થિતિનો સ્વીકાર કરવો છે, વિધાયક ભાવો સહિત સ્વીકાર કરવો છે. પોતાના ચિંતનને વિધાયક બનાવવા માટે મેં સંસ્કૃતમાં એક પદની રચના કરી
આનન્દોમે રોમણિ રોક્સિ, પ્રવહતું, સતતં મન પ્રસાર વસ્થ સ્વસ્થૌડહમિતિ ચ મળે, કાયોત્સર્ગસુખશયાના
મારા રોમેરોમમાં આનંદ પ્રવાહિત થાય. પ્રત્યેક પળે મારી માનસિક પ્રસન્નતા ટકી રહે. આ પૂર્ણ આરામનો સમય મારા માટે કાયોત્સર્ગની વિશેષ સાધનાનો સમય છે. કાયોત્સર્ગમાં સુખેથી શયન કરતો રહીને હું મને સ્વસ્થ અનુભવી રહ્યો છું.
સ્વસ્થતાના આ અનુચિંતનમાં મારો ધર્મસંઘ પણ સહભાગી બન્યો. સ્વાથ્ય માટે કરવામાં આવેલી સંઘની મંગળકામનાઓ દ્વારા મને ખૂબ હિંમત મળી. હું સ્વસ્થ થઈ ગયો. આધ્યાત્મિક આલંબન તરફ મારી આસ્થા વિશેષ પુષ્ટ બની ગઈ. જીવનમાં આવનારી કોઈપણ પરિસ્થિતિમાં સંતુલન માટે નીચે જણાવેલ દુહો આલંબન બની શકે છે
અણહોણી હસી નહીં, હસી ન્યૂ હોણી બેમતલબ બેચેન બણ, કચું ધીરજ ખોણી 1
આ દુહાની અનુપ્રેક્ષા કરવાથી મારા ચિંતનનો પ્રવાહ બદલાઈ ગયો. હું મને સ્વસ્થ અનુભવવા લાગ્યો. દષ્ટિ બદલાતાં જ ર્દય
શાળા શિકારણs નવું દર્શાવોસમાજshwas
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org