________________
Samલા પ્રેક્ષા છે એક લાલાશાળાની
જીવનદર્શનના
જ
જન્મ અને જીવન આ બે બિંદુઓ છે. જન્મ એક સ્વાભાવિક ક્રિયા છે. જીવનમાં વિવેકનો યોગ થઈ શકે છે. જન્મ પ્રાણીની નિયતિ છે. જીવનની પાછળ કેટલીક પ્રેરણાઓ રહેલી હોય છે. જીવન જીવવું એક વાત છે અને જીવનને દર્શન બનાવવું તે બીજી વાત છે. જીવે છે તો સૌ કોઈ, પરંતુ જીવનને દર્શન બનાવવાનું દરેક માટે શક્ય નથી. આમ પણ માનવામાં આવે છે કે સૌનું જીવન દર્શન બની શકતું નથી. જીવનદર્શનના સંદર્ભમાં વિચાર કરતાં કેટલાક પ્રશ્નો સ્વાભાવિક રીતે ઉભવે છે કે
* જીવન શું છે? * જીવન શા માટે છે? . * જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ? * જીવન કેવી રીતે જીવવું જોઈએ ? * શું જીવન ક્યાંય સમાપ્ત થાય છે કે સતત ચાલતું જ રહે છે ?
* કોનું જીવન દર્શન બને છે ? જીવન શું છે?
સૌથી પ્રથમ પ્રશ્ન છે જીવન શું છે ? એક ખ્યાલ મુજબ પાંચ ભૂતોની સમન્વિતી એટલે જીવન. પાંચ ભૂતોનું મળવું જીવન છે અને પાંચ ભૂતોનું વિસર્જન મોત છે. આ શરીર જીવનનો આધાર છે. તેમાં કોઈ ચેતના નામના તત્વને સ્વીકૃતિ મળતી નથી. કારણ કે તે આંખોનો વિષય નથી.
જૈનદર્શનના આધારે જીવનને વ્યાખ્યાબદ્ધ કરવામાં આવે તો તેનું સ્વરૂપ આ પ્રમાણે બને છે- શરીર, ઈદ્રિયો, પ્રાણ, મન, ભાવ, ચિત્ત અને ચેતનાની યુતિ એટલે જીવન. તેમાં જડ અને ચેતન બંનેના યોગનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આત્માનું અસ્તિત્વ સૈકાલિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org