________________
છે. તેનો શરીર સાથે ગાઢ સંબંધ છે. અનાદિકાળથી તે કર્મશરીરથી સંપૂક્ત છે. જ્યાં સુધી આ સંયોગ રહેશે ત્યાં સુધી આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થઈ શકશે નહીં. સામાન્ય માનવી આત્માના અસ્તિત્વને ઓળખે છે તો તેનો આધાર શરીર, ઈદ્રિયો વગેરે દશ્ય તત્ત્વો જ છે. જીવન શા માટે છે ?
બીજો પ્રશ્ન જીવન શા માટે છે ? જેનો જન્મ થાય છે તેણે જીવવાનું પણ હોય છે. તેનો સંબંધ જીવનશક્તિ અથવા આયુષ્યપ્રાણ સાથે છે. જ્યાં સુધી આયુષ્યબળ પ્રાણ ક્ષીણ થતો નથી ત્યાં સુધી કોઈ કોઈને મારી શકતું નથી. એક વ્યક્તિ અચાનક મૃત્યુ પામે છે. એક વ્યક્તિ ભયંકર દુર્ધટનનો શિકાર થવાં છતાં બચી જાય છે. કેટલાક લોકો આમાં ઈશ્વરનું કર્તુત્વ સમજે છે. જો ઈશ્વર બચાવનાર હોય તો કોઈનેય શા માટે મરવા દે ? સમાજ અથવા રાષ્ટ્રને જે વિશિષ્ટ વ્યક્તિઓની જરૂર હોય છે, તેમને બચાવવામાં ઈશ્વર કમી કેમ કરે ? આવાં અનેક તથ્યો અન્ય પણ છે, જે કોઈ ઈશ્વરીય શક્તિના હસ્તક્ષેપ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.
એક ભવથી બીજા ભવમાં જન્મ વખતે સૌથી પ્રથમ જે આહાર લેવામાં આવે છે તેને ઓજ આહાર કહે છે. આયુષ્યબળ પ્રાણ સાથે તેનો જ સંબંધ છે. જ્યાં સુધી જ આહાર રહે છે, જ્યાં સુધી આયુષ્યબળ પ્રાણ છે, ત્યાં સુધી જીવન છે. આયુષ્ય સમાપ્ત થયા પછી કોઈ પ્રાણી જીવિત રહી શકતું નથી. જીવનનું લક્ષ્ય
જ્યાં સુધી લક્ષ્યનો પ્રશ્ન છે, એક ઈદ્રિયથી ચાર ઇંદ્રિય સુધીના જીવોનાં જીવનનું કોઈ લક્ષ્ય નથી હોતું. કારણ કે લક્ષ્ય નિર્ધારણ કરી શકે એવી વિકસિત ચેતના તે જીવો પાસે નથી હોતી. પાંચ ઇંદ્રિયવાળા જીવોમાં નૈરયિક, તિર્યંચ અને દેવોની સામે પણ કોઈ મોટું લક્ષ્ય નથી હોતું. એક માનવી જ એવું પ્રાણી છે કે જે બુદ્ધિબળ અને વિવેકના સહારે લક્ષ્ય નક્કી કરે છે. સ્થાવર અને વિકલેન્દ્રિય જીવ અમસ્ક હોય છે. તેઓ કશું જ વિચારી શકતા નથી. પશુ-પક્ષી કેટલેક અંશે વિચારે-સમજે છે, પરંતુ વિવેકજાગૃતિના અભાવે તેઓ કોઈ ગહન વાત વિચારી શકતાં નથી. નૈરયિક જીવ એટલું કષ્ટ ભોગવે છે કે તેમની ચેતના મૂચ્છિત જેવી થઈ જાય છે. જ્યાં સુધી દેવોનો પ્રશ્ન છે- તેઓ વિલાસી હોય છે. ભૌતિક સુખોની આસક્તિ તેમને કોઈ ઉદાત્ત લક્ષ્ય સાથે જોડતી નથી.
se e: પ્રેક્ષા છે. એક જીવનદર્શન ડીપ ઝરઝર ઝડરશ808
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org