________________
સભાનતાનું અધ્યયન કરવા માટે સ્વીડનના મનોવૈજ્ઞાનિકોએ આ પ્રયોગ કર્યો હતો.
બાહ્ય વ્યક્તિત્વની જેમ અંતરંગ વ્યક્તિત્વનાં ઘટકતત્ત્વોનું પણ નિર્માણ અને વિકાસ કરી શકાય છે. આ પ્રક્રિયામાં સંબંધિત વ્યક્તિ અને તેના પ્રશિક્ષકની ધ્યેયનિષ્ઠા, પુરુષાર્થ અને સતત જાગરૂકતાનો સમુચિત યોગ થવો અપેક્ષિત છે. તેના અભાવે વ્યક્તિત્વને દૃઢ ક૨ના૨ી વિશેષતાઓનો પ્રાદુર્ભાવ થઈ શકતો નથી. ગ્રંથિતંત્ર અને નાડીતંત્રની સ્વસ્થતાનો પણ વ્યક્તિત્વનિર્માણના કાર્યમાં પૂર્ણ સહયોગ રહે છે.
સંવેગોનું અસંતુલન વ્યક્તિત્વને બગાડે છે.
નિર્માણ અને વિધ્વંસ આ બંને વિરોધી શબ્દો છે. નિર્માણ જેટલું કઠિન છે એટલો જ વિધ્વંસ સ૨ળ છે. એક ઘડાના નિર્માણમાં કેટલો બધો શ્રમ લાગે છે ! પરંતુ એ જ ઘડો પથ્થરના એક પ્રહા૨થી ફૂટી જાય છે. વસ્ત્રના નિર્માણની પ્રક્રિયા કેટલી બધી જિટલ હોય છે ! પરંતુ એક જ ઝટકામાં તેને ફાડી શકાય છે. એક શહેર વસાવવામાં કેટલો બધો સમય અને શ્રમ વપરાય છે ! પરંતુ એક અણુબોંબનો વિસ્ફોટ તેને જોતજોતામાં નષ્ટ કરી મૂકે છે. આ જ વાત માનવીના વ્યક્તિત્વને લાગુ પડે છે. તેનો વિકાસ જેટલો ધીમી ગતિએ થાય છે એટલો જ તીવ્ર ગતિએ તેનો હ્રાસ થાય છે. 'વ્યક્તિત્વના હ્રાસનું સૌથી મોટું કારણ સંવેગોનું અસંતુલન છે.
જે વ્યક્તિના સંવેગો સંતુલિત રહે છે, તેની સહિષ્ણુતાને કોઈ છિનવી શકતું નથી. તેની વિનમ્રતા અને ઉદારતા ક્યારેય ઘટતી નથી. તેની ધૃતિ, કરુણા, અનુશાસનપ્રિયતા વગેરે વિશેષતાઓ ક્યારેય ક્ષીણ થતી નથી. ભગવાન મહાવીરનું ઉદાહરણ આપણી પાસે છે. સાધનાકાળ દરમ્યાન તેમણે કેવાં કેવાં કષ્ટ સહન કર્યાં. તે કષ્ટોની કથા સાંભળવા માત્રથી મન ધ્રૂજી ઊઠે છે. આચાર્ય ભિક્ષુની જીવનગાથામાં પણ ઓછો રોમાંચ નથી. અપશબ્દો, મારપીટ વગેરે તમામ પ્રસંગોમાં તેઓ અવિચળ રહ્યા હતા. તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા કરવામાં આવી નહોતી. કારણ કે તેમના સંવેગો સંતુલિત
હતા.
સંવેગોના અસંતુલનનું મૂળ કારણ છે મોહ. મોહકર્મ જેટલું સઘન હોય છે, એટલું સંવેગોનું સંતુલન બગડે છે, તેનો અંતરંગ વ્યક્તિત્વ ઉપ૨ પ્રભાવ પડે છે. માનવી ઉર્દૂડ અને અસહિષ્ણુ બની વ્યક્તિત્વવિકાસના ઘટકો
૩૦૯.c
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org