________________
અખૂટ ભંડાર છે. એમાં તો કોઈ શંકા નથી. પરંતુ જ્યાં સુધી મન ઉપર વિજય મેળવી લેવાતો નથી ત્યાં સુધી અન્ય ક્ષેત્રોમાં મેળવેલો વિજય અપૂર્ણ છે. મનને જીતવાની નિષ્પત્તિ છે- મનની ચંચળતાને સમાપ્ત કરવી. ચંચળતાની સ્થિતિમાં ઉચિત-અનુચિતનો વિવેક પણ ટકી શકતો નથી. અસ્થિર મન સૌથી મોટો પરાજય છે એમ માનીને તેની સ્થિરતાને વિશેષ મહત્ત્વ આપવું જોઈએ.
કેટલાક લોકો કહે છે કે, અમારું મન ચંચળ છે, અસ્વસ્થ છે તેને સ્વસ્થ ક્યાં બનાવીએ અને કેવી રીતે બનાવીએ ? એક સમય એવો હતો કે જ્યારે મનને માટે કોઈ હોસ્પિટલ નહોતી, કોઈ ડોક્ટર નહોતા, અને કોઈ દવા નહોતી. મનની બીમારીઓ વધતી ગઈ તેમાંથી મનોવિજ્ઞાન વિકસિત થયું. મનોચિકિત્સકો તૈયાર થયા. માનસિક ચિકિત્સાકેન્દ્રો પણ ખૂલ્યાં. પરંતુ સમસ્યાનું સમાધાન થયું નહીં. આવાં ચિકિત્સા કેન્દ્રોનું સંચાલન કરનાર જ્યાં સુધી પોતાના મનને પ્રશિક્ષિત નહીં બનાવે ત્યાં સુધી તેઓ રોગીને શી રીતે સ્વસ્થ બનાવી શકશે?
અમારી પાસે તમામ વર્ગના લોકો આવે છે. ડોક્ટરો પણ આવે છે. પોતાની સમસ્યા લઈને આવે છે. તેઓ કહે છે કે તેમનું મન ચંચળ છે. તેમને ટેન્શન થઈ જાય છે. કોઈ ઉપાય બતાવો. વકીલ આવે છે. તે કહે છે કે તેમણે ખૂબ વિચારવું પડે છે. રાત-દિવસ તનાવમાં જીવે છે. તેનાથી છુટકારો કઈ રીતે મળી શકે ? પ્રોફેસરોની સમસ્યા પણ તેમની સમસ્યા જેવી જ છે. મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓની અનુશાસન હીનતા તેમના માટે બોજરૂપ બની છે. આ કક્ષાના લોકો પણ પોતાને અસ્વસ્થ અનુભવે છે અને પોતાના રોગને બેઈલાજ સમજે છે. તો સામાન્ય લોકોની તો વાત શી કરવી ? આ માનસિક અસ્વસ્થતાનો ઉપચાર કરવામાં અક્ષમ ચિકિત્સાકેન્દ્રોની જાળ ગમે તેટલી પથરાય તેથી શું વળશે ? ઉદાહરણ સંકલ્પની દઢતાનું
સો રોગોની એક દવા” આ માત્ર કહેવત નથી તેમાં સત્યાંશ પ્રતીત થાય છે. મનની જેટલી બીમારીઓ છે તે તમામનો ઉપચાર પ્રેક્ષાધ્યાન દ્વારા શક્ય છે. આ દષ્ટિએ “પ્રેક્ષાધ્યાન ચિકિત્સાલય'ના નિમણિનું ચિંતન ચાલી રહ્યું છે. ચિંતનની સ્થિરતા માટે સંકલ્પની
:20::22:28:કટર નવું દર્શન નવોસમાજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org