________________
દઢતા અપેક્ષિત છે. મનની જેમ સંકલ્પ પણ અસ્થિર હોય તો કામ ચાલી શકે નહીં.
સંકલ્પની દૃઢતાનું ઉદાહરણ શોધવું હોય તો સ્થૂલિભદ્રની વાત કરવામાં આવે છે. પાટલીપુત્રના રાજા નંદના મંત્રીનું નામ શકડાલ હતું. તેને બે બુત્રો હતા- સ્થૂલિભદ્ર અને શ્રિયક. સ્થૂલિભદ્ર બાળપણથી સંસારથી વિરક્ત હતો. તેને અનુરક્ત ક૨વા માટે નગ૨ની પ્રસિદ્ધ ગણિકા કોશાની પાસે મોકલવામાં આવ્યો. ગણિકાના મોહપાશમાં બંધાઈને તે પોતાનાં માતા-પિતાને ભૂલી ગયો. પિતાનું મૃત્યુ થતાં બહુ મુશ્કેલીથી તેને ઘેર બોલાવવામાં આવ્યો. રાજાએ તેને મંત્રીપદ આપવા ઇશું. પરંતુ તેનું મન પુનઃ વિરક્ત થઈ ગયું. જૈન મુનિ સંભૂતવિજયગણની પાસે જઈને તે દીક્ષિત થઈ ગયા. મુનિજીવન સ્વીકારીને તે સાધના કરવા લાગ્યા. તપસ્યા, ધ્યાન અને શાસ્ત્રોના અભ્યાસ થકી તેમની સાધના પુષ્ટ બની.
એક વખતની વાત છે. સંભૂતવિજયગણના કેટલાક શિષ્યોએ વિશેષ સાધનાની દૃષ્ટિએ વિશેષ સ્થાનોમાં ચાતુર્માસ કરવાની અનુજ્ઞા મેળવી. તેમાં મુનિ સ્થૂલિભદ્ર પણ હતા. તેમણે ગણિકા કોશાની ચિત્રશાળામાં ચાતુર્માસિક સમય વિતાવવાનો નિર્ણય લીધો. ગુરુની આજ્ઞા મેળવીને તે ગણિકા પાસે ગયા. કોશા ખૂબ ખૂશ થઈ. તેણે મુનિને સંસાર તરફ વાળવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેને સફ્ળતા મળી નહીં. કોશા હતાશ થઈ ગઈ. મુનિએ કોશાને ઉપદેશ આપ્યો. મનિની દૃઢતાથી તે પ્રભાવિત થઈ ચૂકી હતી. તેણે જૈનદર્શનનાં સૂક્ષ્મ રહસ્યોનું જ્ઞાન મેળવીને જૈનધર્મ સ્વીકાર્યો. તે શ્રાવિકા બની ગઈ.
ચાતુર્માસ સંપન્ન કરીને મુનિ સ્થૂલિભદ્ર પોતાના ગુરુ પાસે પહોંચ્યા. ગુરુએ દુષ્કર, દુષ્કર, મહાદુષ્કર કામ કહીને આવેલા પોતાના શિષ્યનું ઉત્સાહથી સ્વાગત કર્યું. પોતાના તરફ અનુરક્ત ગણિકાની ચિત્રશાળામાં રહેવું, લાંબા સમય સુધી રહેવું અને એક ક્ષણ માટે પણ વિચલિત ન થવું ! મુનિ સ્થૂલિભદ્રએ માનસિક પવિત્રતા અને સંકલ્પની દઢતાનું ઉદાહરણ આપ્યું. મનની અસ્થિરતા સ્વસ્થ જીવનનો બીજો ઘટક માનસિક સ્વાસ્થ્ય ૧૪૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org