________________
આજની ભાષામાં બેડરૂમની ઘટનાને ડ્રોંઈગ રૂમમાં લાવવાનો પ્રયત્ન એ જ અશ્લિલતા છે, પછી ભલે તે દશ્ય હોય, શ્રાવ્ય હોય કે પછી ક્રિયાત્મક હોય.
સમાજમાં જેટલા સંબંધ હોય છે તે દરેકની મર્યાદા હોય છે. સંબંધોના આધારે જ વ્યવહારનું નિર્ધારણ થાય છે. પત્નીની સાથે જે વ્યવહાર થાય છે, તે બીજાઓ સાથે કરી શકાતો નથી. બીજાઓની સામે પણ તે વ્યવહાર કરી શકાતો નથી. પતિ-પત્નીનો સંબંધ નિતાંત વૈયક્તિક હોય છે, તેને સાર્વજનિક બનાવી શકાય નહીં. આધુનિક સભ્યતાને બહાને કેટલાક દેશો અને કેટલાક સમાજોમાં એમ થતું ચાલ્યું, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં આ અતિરેકને ક્યારેય માન્યતા મળી નથી.
કેટલીક વ્યક્તિઓ પ્રશ્ન કરે છે કે લોકો જે સંવાદો, ગીતો કે દશ્યોને સાંભળવા, જોવા કે વાંચવાનું પસંદ કરે છે, તેમના વિશે શ્લિલતા કે અશ્લિલતાની વાત જ શા માટે કરવી ? કેટલીક વ્યક્તિઓ માને છે કે શ્કિલ અને અશ્લિલ જેવું કશું હોતું નથી. વ્યક્તિની જેવી દૃષ્ટિ હોય છે તેથી તેને પ્રતીતિ થાય છે. લેખક સહજભાવે જે કાંઈ લખે છે તેનો અશ્લિલ અર્થ શા માટે કરવો ? મર્યાદાનું ભાન આવશ્યક છે
શ્લિલતા અને અશ્લિલતાની માન્યતા એ કોઈ નવો મુદ્દો નથી. તે આજે જેટલો વિવાદાસ્પદ છે, તેટલો જ પ્રાચીન કાળમાં પણ વિવાદાસ્પદ હતો. હા, એ બીજી વાત છે કે તે સમયે આવી ચચનેિ પણ ત્યાજ્ય માનવામાં આવતી હતી. આજે તેને સ્વીકાર્યું જ નહીં,
અનિવાર્ય માનવામાં આવે છે ! સમય-સમયની વાત છે. માન્યતાઓમાં પરિવર્તન તો આવતાં જ રહે છે. આજે એનાટોમીશરીરરચના વિજ્ઞાન ભણનારા વિદ્યાર્થીઓ કહે છે કે “અમને શરીરસંરચના વિશેનાં તમામ રહસ્યોની ખબર છે. આવા સંજોગોમાં આપણા વડીલો અને વૃદ્ધો કેટલીક વાતો શા માટે છુપાવે છે ?' પ્રશ્ન. છુપાવવાનો કે ન છૂપાવવાનો નથી, મયદાનો છે. શું કોઈ યુવક પોતાની બે પેઢીઓની વચ્ચે બેસીને સઘળું કહી શકે ખરો અથવા જોઈ શકે ખરો ?
પ્રાચીનકાળમાં લગ્નની વય ખૂબ નાની રાખવામાં આવતી હતી. પરંતુ લગ્ન થયા પછી પણ ઘણાં વર્ષો સુધી પતિ પત્ની વચ્ચે કરુee:09: અશ્લિલતાની સમસ્યા અણવતન્ન્સમાધાતા ૩૭૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org