________________
જીવ્યું, તેનો શતાંશ અથવા સહસ્રાંશ પણ ગ્રહણ કરી લઈએ તો ઘણીમોટી ઉપલબ્ધિ થઈ શકે. થોડીક પ્રતિકૂળતા સામે આવતાં જ વ્યક્તિનું દિમાગ અસ્તવ્યસ્ત થઈ જાય છે. રાત્રીની નિદ્રા અને દિવસની ભૂખ ગાયબ થઈ જાય છે. તે સમયે મહાવીરને યાદ કરીને સંતુલન જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંતુલનનો ઉપદેશ આચાર્ય ભિક્ષુ પાસેથી પણ મળી શકે છે, મહાત્મા ગાંધી પાસેથી પણ મળી શકે છે, ઈશુ ખ્રિસ્ત પાસેથી પણ મળી શકે છે. આ કક્ષાના અનેક મહાપુરુષો પાસેથી મળી શકે છે. તેમની સામે કેટકેટલી વિકટ પરિસ્થિતિઓ હતી ! કેટકેટલા ઉત્તેજનાભર્યા પ્રસંગો હતા ! તેઓ દરેક સ્થિતિમાં શાંત અને સંતુલિત રહ્યા. જીવનવિજ્ઞાન આ બધી વાતો વિદ્યાર્થીઓને શીખવે છે.
જીવનમાં નવી દિશાની સંભાવના
જીવવિજ્ઞાન પોતાના વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતાનું અવરોધક નથી. તે ઇચ્છે છે કે વિદ્યાર્થી માત્ર બુદ્ધિના સ્તરે અટકે નહીં, આગળ વધે. તેણે ભાવનાત્મક સ્તરે પણ વિકાસ કરવાનો છે. જીવનવિજ્ઞાન કોઈ વિદ્યાર્થીને બુદ્ધ, કમજોર, કાયર, કે હ૨૫ોક બનાવતું નથી. તેનું લક્ષ્ય છે વિદ્યાર્થીના જીવનમાં સમત્વનો વિકાસ. આ સંદર્ભમાં એક વાત વિશેષ ધ્યાન આપવા લાયક એ છે કે જીવનવિજ્ઞાનનો આ ઉપક્રમ માત્ર વાજ્રય નથી, બોલવા પૂરતો મર્યાદિત નથી. તેમાં પ્રશિક્ષણનાં બે માધ્યમો છે- ભાષાયુક્ત અને ભાષામુક્ત. બીજા શબ્દોમાં આ માધ્યમોને સૈદ્ધાન્તિક અને પ્રાયોગિક પણ કહી શકાય છે. ભાષાયુક્ત પ્રશિક્ષણ ચાલી જ રહ્યું છે. તેને રોકવાની અપેક્ષા નથી. તેનો પણ થોડો ઘણો પ્રભાવ તો હોય છે. સ્થાયી પ્રભાવ પડશે ભાષામુક્ત પ્રશિક્ષણ દ્વારા, પ્રાયોગિક પ્રશિક્ષણ દ્વારા. આ જ કારણે જીવનવિજ્ઞાન શિક્ષણની નવી દિશા બની શક્યું છે.
જીવવિજ્ઞાનની વાત કોઈને રુચિકર લાગે કે ન લાગે, તેને કોઈ સ્વીકારે કે ન સ્વીકારે તે વ્યક્તિની પોતાની સ્વતંત્રતા છે. પરંતુ માનવીને સાચા અર્થમાં માનવી બનાવવો હોય, સમાજનું માળખું બદલવું હોય, ભારતની ગરિમાને પુનઃ અર્જિત કરવી હોય તો આજે નહીં તો કાલે જીવનવિજ્ઞાન જેવો કોઈક ઉપક્રમ ચલાવવો જ પડશે. શિક્ષણનો જે ક્રમ ચાલી રહ્યો છે તેને ખોટો પ્રમાણિત કરવો અથવા તેને અટકાવવો તે અમારો ઉદ્દેશ નથી. જે કાંઈ છે એ તો ઠીક છે જ,
શિક્ષણની નવી દિશા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org