SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આદતને છોડવાનું માનસ બની શકતું નથી. માદક અને નશીલા પદાર્થો દ્વારા મળનારાં દુષ્પરિણામોની સમુચિત જાણકારી વ્યક્તિને તેનાથી બચવાની પ્રેરણા આપે છે. ત્યારબાદ તેના ઉપાયોની શોધ શરૂ થાય છે. ઉપાયો જાણ્યા પછી જ તેના પ્રયોગોની વાત આવે છે. પ્રયોગનું નિશ્ચિત પરિણામ આવશે જ એવી આસ્થા રૂપાંતરણની દિશા તરફનું પ્રથમ કદમ છે. અધ્યાત્મ આપણો શાશ્વત વારસો છે. વિજ્ઞાન આધુનિક યુગનું અવદાન છે. અધ્યાત્મ અને વિજ્ઞાન બંને મનુષ્યને બદલવાના પ્રયોગો કરી શકે છે. એક વૈજ્ઞાનિકે નશાની આદતથી ગ્રસ્ત વ્યક્તિઓ ઉપર પ્રયોગ કર્યો. તેમના કાન ઉપર વિદ્યુત પ્રકંપન આપ્યાં. ૧૭ થી ૫૦ વ્યક્તિઓને શરાબ તેમજ સિગારેટ પ્રત્યે ધૃણા થઈ ગઈ. પ્રેક્ષાધ્યાનના પ્રશિક્ષક અપ્રમાદ કેન્દ્ર- કાન ઉપર ધ્યાનનો પ્રયોગ કરાવે છે, નશાની આદત છૂટી જાય છે. એ જ રીતે જ્યોતિકેન્દ્ર, દર્શન કેન્દ્ર વગેરે ચૈતન્ય કેન્દ્ર ઉપર ધ્યાનનો અભ્યાસ કરવાથી ભાવો અને આવેગોનું નિયંત્રણ થાય છે, પરિણામે વ્યક્તિ પરિવર્તન પામે છે. અણુવ્રત ચારિત્રનિમણિનું બીજું આંદોલન છે. નશો ચારિત્રના મૂળને ખતમ કરે છે. નશો નાશનો પર્યાય છે. આ દષ્ટિએ નશામુક્તિ અભિયાન અણુવ્રતનો એક નક્કર કાર્યક્રમ છે. સામાજિક દષ્ટિએ પણ તેનું ઘણું મૂલ્ય છે. આ ક્ષેત્રમાં કામ કરતી અન્ય સંસ્થાઓ, સ્વયંસેવી કાર્યકર્તાઓ તથા અણુવ્રત કાર્યકર્તાઓ સહિયારા-સઘન પ્રયત્નો કરે તો સ્વસ્થ વ્યક્તિ અને સ્વસ્થ સમાજની સંરચનાનું સ્વપ્ન સાકાર થઈ શકે તેમ છે. જ કરાવનાશનો પર્યાયનો ૩પ૪:: Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy