________________
સત્યનું નિરૂપણ કર્યું. તેમણે કહ્યું- “સુખ, શાંતિ અને વિકાસનાં શિખરો ઉપર પહોંચવા માટે અધ્યાત્મની શરણે જવું પડશે.’ પરંતુ શરીરધારી પ્રાણી ભૌતિક બાબતોની ઉપેક્ષા કરી શકતો નથી. જીવનયાપન માટે તેની ઉપયોગિતા છે. પરંતુ સીમાનું અતિક્રમણ સૌથી મોટો ત્રાસ છે. તેથી અનિવાર્યતા, આવશ્યકત્તા અને આકાંક્ષાની ભેદરેખાને સમજો અને સંયમનો અભ્યાસ કરો.
પ્રાચીન દાર્શનિકોએ કહ્યું, બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. જગત મિથ્યા શા માટે છે ? આ પ્રશ્નના સમાધાનમાં તેમણે જગતને માયા તરીકે ઓળખાવ્યું. આ સંદર્ભમાં મહાવીરના દૃષ્ટિકોણને સ્પષ્ટ ક૨તાં આચાર્ય હેમચંદ્રે લખ્યું
માયા સતી ચે ્ દ્વયતત્ત્વસિદ્ધિરથાસતી હન્ત ! કુતઃ પ્રપંચઃ ?
માયા સત્ છે કે અસત્ ? જો તે સત્ હોય તો અદ્વૈતવાદનો સિદ્ધાંત ખંડિત થશે. એક બ્રહ્મ અને બીજી માયા આ બંને તત્ત્વ બની જશે. જો માયા અસત્ હોય તો પછી વિવાદ કઈ વાતનો ?
મહાવીર ક્યાંય પણ મૂંઝાયા નથી. તેમણે સાપેક્ષતાના આધારે પ્રત્યેક સમસ્યાનો ઉકેલ આપ્યો છે. તેમનું અર્થશાસ્ત્ર આધ્યાત્મિક અને ભૌતિક મૂલ્યોની સાપેક્ષ સ્વીકૃતિ છે. જ્યાં અન્ય અર્થશાસ્ત્ર એકાંગી દૃષ્ટિ જોઈને માનવીને કિંગ્મૂઢ બનાવી રહ્યાં છે ત્યાં મહાવીરનું અર્થશાસ્ત્ર સર્વાંગીણ ચિંતન પ્રસ્તુત કરીને ત્રૈકાલિક સત્યને અભિવ્યક્તિ આપી રહ્યું છે.
Jain Educationa International
નવું દર્શન નવો સમાજ ૫૦
For Personal and Private Use Only
www.jainelibrary.org