SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ a સંયુક્ત પરિવારની સંસ્કૃતિ ઉપર આક્રમણલાલ સોની બીજનું પોતાનું અસ્તિત્વ હોય છે, છતાં તે છોડ બનવા ઇચ્છે છે. છોડ બનવા માટે તેણે પોતાના અસ્તિત્વનું વિસર્જન કરવું પડે છે, તેણે માટીમાં મળી જવું પડે છે. આમ કર્યા વગર તે છોડ બની શકતું નથી. અસ્તિત્વને બચાવવાની ચિંતામાં વિસ્તારની પ્રક્રિયાનો પ્રારંભ થઈ શકતો નથી. વ્યક્તિ એકલી જન્મે છે અને એકલી મૃત્યુ પામે છે. આમ છતાં તે પરિવારમાં ભળીને જીવે છે. પરિવાર સાથે જોડાઈ જવાને કારણે તેણે પોતાની ઈચ્છાઓ અને રચિઓનું બલિદાન પણ આપવું પડે છે, બીજાઓ માટે જીવવાનો સંકલ્પ પણ કેળવવો પડે છે. આમ કર્યા વગર પરિવાર નામનો બગીચો સજાવી શકાતો નથી. વ્યક્તિને બચાવવાની ચિંતામાં પરિવારનું સ્વરૂપ ઘડી શકાતું નથી. પરિવારની વ્યાખ્યા અનેક વ્યક્તિઓના સંયોજનનું નામ પરિવાર છે. તેનાં અનેક સ્વરૂપો બને છે - - લોહીના સંબંધથી જોડાયેલી વ્યક્તિઓનું સંયોજન. - એક જ ઉદ્દેશથી પ્રેરાયેલી વ્યક્તિઓનું સંયોજન. - સહકર્મી વ્યક્તિઓનું સંયોજન. - એક જ ધર્મમાં શ્રદ્ધા ધરાવતી વ્યક્તિઓનું સંયોજન. - કોઈ સંસ્થા કે સંગઠન સાથે જોડાયેલી વ્યક્તિઓનું સંયોજન. પરિવારનાં આ ભિન્ન ભિન્ન સ્વરૂપોમાં પ્રથમ સ્વરૂપ સિવાયનાં બાકીનાં તમામ સ્વરૂપોમાં પરસ્પર સંવાદ હોઈ પણ શકે કાકા છોકરા પાછા નવું દર્શન નવોસમાજEBકઈses Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy