________________
સાધર્મિક વાત્સલ્યનો ઉપક્રમ ચાલ્યો. તેનાથી હજારો પરિવારોને સ્વાભાવિક રીતે ભગવાન મહાવીરનું શરણ ઉપલબ્ધ થયું. જૈનસંસ્કૃતિ પ્રસરણશીલ બની. લોકજીવન ઉપર જેનધર્મનો પ્રભાવ વધ્યો.
કાલાન્તરે દક્ષિણ ભારતમાં પણ સાધર્મિક વાત્સલ્યની પરંપરા શિથિલ થવા લાગી અને ધીરે ધીરે તે ક્ષીણ થઈ ગઈ. હવે તો એમ લાગે છે કે સાધર્મિક વાત્સલ્યનાં ઉક્ત ચારેય બિંદુઓને ઈસાઈ લોકોએ અપનાવી લીધાં છે. ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ઈસાઈ ધર્મનો વિસ્તાર જોતાં એમ કહી શકાય કે તેઓ પોતાના લક્ષ્ય પ્રત્યે સજગ છે. ભય અને પ્રલોભનનો માર્ગ ધર્મનો માર્ગ નથી, પરંતુ ભાઈચારો, સૌહાર્દ અને સાધર્મિક વાત્સલ્યનો માર્ગ દરેક રીતે પ્રશસ્ત માર્ગ છે. તેમાં કોઈને દીનહીન માનવામાં આવતો નથી. ગરીબી અને બેકારીની સમસ્યાથી આક્રાંત લોકો હીનભાવનાના શિકાર બની જાય છે. તેમનાં સુખ-દુઃખમાં સંભાગિતા અને તેમની સાથે ભાઈચારાના વ્યવહાર થકી એક હદ સુધી આ સમસ્યાને જરૂર ઉકેલી શકાય છે.
ગરીબી અને બેકારીની સમસ્યા ૦ ૨૧૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org