________________
મંત્રની જેમ સ્મરવામાં આવે છે. આ એવી વિસંગતિ છે, કે જેને દૂર કર્યા વગર શિક્ષણને પ્રભાવશાળી બનાવી શકાશે નહીં.
શિક્ષણનો પ્રભાવ પરિવાર, સમાજ અને રાષ્ટ્ર ઉપર પડે છે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓનું જીવન સંસ્કારી બનશે તો પરિવાર, સમાજ અને રાષ્ટ્રને પણ લાભ મળશે. પરંતુ આ તરફ ધ્યાન કોણ આપે ? રાજનૈતિક નેતાઓને પોતાની સત્તાની ચિંતા છે. ઉદ્યોગપતિઓને પોતાના ઉદ્યોગ-વ્યવસાયની ચિંતા છે. શિક્ષકોને પોતાના ભરણપોષણની ચિંતા છે. સંસ્થાઓના અધિકારીઓને પોતાના નામની ચિંતા છે અને અભિભાવકોને ડિગ્રીઓની ચિંતા છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવું હશે ? એક સમય એવો હતો કે જ્યારે ધર્મગુરુઓ સંસ્કાર-નિર્માણની ચિંતા કરતા હતા. અત્યારે તો તેમની ચિંતાનું વાતાવરણ જ બદલાઈ ગયું છે. આવી સ્થિતિમાં માનવીનું જીવન દિશાહીન બને તો તેની જવાબદારી લેનાર કોઈ હોતું નથી. સૌને પોતપોતાના સ્વાર્થ અને પોતપોતાની ચિંતાઓ છે. જ્યાં સુધી સ્વાર્થી મનોવૃત્તિનું શુદ્ધીકરણ નહીં થાય, જીવનમૂલ્યોને કેન્દ્રમાં રાખવામાં નહીં આવે ત્યાં સુધી શિક્ષણ દ્વારા પણ કોઈ મોટા પરિવર્તનની શક્યતા નથી.
શિક્ષણ અને અનુશાસન
એક ખ્યાલ એવો પ્રવર્તે છે કે ધર્મગુરુઓનું કામ આત્મા-૫૨માત્માની ચર્ચા પૂરતું મર્યાદિત છે. તેમનું કાર્યક્ષેત્ર અધ્યાત્મ છે. તેઓ પરિવાર, સમાજ, શિક્ષણ કે રાષ્ટ્ર વિશે વિચારી શકે નહીં. ક્યારેક હું પણ એવું જ વિચારતો હતો. મને કેટલીક વ્યક્તિઓએ અવારનવાર સામાજિક બૂરાઈઓ ઉપર પ્રહાર કરવા માટે અનુરોધ કર્યો. મેં તેમની વાત ટાળવા પ્રયત્ન કર્યો. સામાજિક પરંપરાઓ સાથે અમારે શી લેવા દેવા ? આ વિચારધારાને કારણે અનેક વર્ષો સુધી હું મૌન રહ્યો. પરંતુ ધીરે ધીરે મારું ચિંતન બદલાયું. ચિંતન બદલાતાં જ ધર્મનું વ્યાપક સ્વરૂપ પ્રત્યક્ષ થયું. ધર્મનું કામ બૂરાઈઓનો પ્રતિકાર અને ભલાઈનો વિસ્તાર કરવાનું છે. ધર્મના મંચ ઉપરથી જો બૂરાઈનો પ્રતિકાર નહીં ક૨વામાં આવે તો તે કામ કોણ કરશે ? અણુવ્રતનો સમગ્ર કાર્યક્રમ બૂરાઈઓને નિર્મૂળ કરવાનો છે. વૈયક્તિક, સામાજિક, રાજનૈતિક, ધાર્મિક વગેરે જેટલી પણ બૂરાઈઓ છે તે અણુવ્રતના માધ્યમથી દૂર કરી શકાય તેમ છે.
શિક્ષણની નવી દિશા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org