________________
ભાષામાં અભિવ્યક્તિ મળી છે
તીન બાત હૈ વૈર કી, જર જોરુ જમીન
‘સ્વરૂપદાસ’ ત્રિહું તે અધિક, મત કી બાત મહીન II
ઇતિહાસનાં પૃષ્ઠો વાંચો. યુદ્ધનાં કારણો શોધો. માનવી હિંસા માટે કેમ પ્રેરિત થાય છે ? સ્વરૂપદાસજીના મત મુજબ યુદ્ધનાં મુખ્ય ત્રણ કારણો છે- ધન, સ્ત્રી અને ધરતી. ધન માટે ભાઈ-ભાઈ લડે છે એને એકબીજાને મારતા રહ્યા છે. સ્ત્રી માટે લડવામાં આવેલાં યુદ્ધોની તો એક લાંબી હારમાળા છે. સામ્રાજ્ય વિસ્તારની લાલસાએ તો ઇતિહાસને જ રક્તરંજિત કરી મૂક્યો છે. મહાવીરે ધન, સ્ત્રી અને ધરતી દરેકને પરિગ્રહ માન્યાં છે. પરિગ્રહને કેન્દ્રમાં રાખીને ચાલનાર ક્યારેય હિંસાથી બચી શકતો નથી. આ દૃશ્ય પરિગ્રહ કરતાં પણ મોટો પરિગ્રહ હોય છે, જે તરફ કવિએ સંકેત કર્યો છે. તે પરિગ્રહ મતનો છે, વિચારોનો છે. જ્યાં સુધી માનવીના વિચારોમાં હિંસા ઊતરતી નથી ત્યાં સુધી તેના હાથ હથિયાર ઊઠાવી શકતા નથી.
આજે યુદ્ધનું સ્વરૂપ બદલાઈ ગયું છે. તેની વ્યાખ્યાઓ પણ બદલાઈ ગઈ છે. યુદ્ધના મોરચાઓ ઉપર સેનાઓની સામસામેની લડાઈઓમાં શસ્ત્રોની સાથે યુદ્ધકૌશલનું મહત્ત્વ હતું. સસુરક્ષાત્મક ઉપાયોમાં પરકોટા, કિલ્લા, બૂર્જા અને ખાઈઓનું મહત્ત્વ હતું. અત્યારે હવાઈ હુમલાઓની સામે તે ઉપાયો કેવા અસહાય બની ગયા છે ! સ્ટારવો૨ની વિભીષિકાથી સમગ્ર વિશ્વ સંત્રસ્ત છે. આજે તો એક વ્યક્તિ આયુધ શાળામાં બેસીને એક બટન દબાવી દે તો પ્રલયની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. આ જ કારણ છે, હવે મોટાં મોટાં શક્તિશાળી રાષ્ટ્રો શસ્ત્રપરિસીમન, નિઃશસ્ત્રીકરણ અને યુદ્ધને ટાળવાની વાતનાં વિશ્વાસ કરવા લાગ્યાં છે.
આ શતાબ્દીનું સૌથી વધુ ભયાનક યુદ્ધ આર્થિક યુદ્ધ છે. આર્થિકયુદ્ધ અર્થાત્ વ્યાપારમાં સ્પર્ધા, વિશ્વકક્ષાએ વ્યાવસાયિક પ્રતિસ્પર્ધાઓ. ભારતમાં બહુઉદ્દેશીય કંપનીઓના આગમનને આશંકાની દૃષ્ટિથી જોવામાં આવી રહ્યું છે. દેશમાં એક અજાણ્યો ભય વધતો રહ્યો છે. વ્યવસાયી લોકોનું એક ચિંતન છે કે ગમે તેમ કરીને ઉત્પાદન વધે. ઉત્પાદન વધશે અને આવશ્યકતાઓ નહીં વધે તો ઉત્પાદનની ખપત નહીં થાય. તેથી આવશ્યકતાને વધારવાની પ્રક્રિયા કામમાં લેવામાં આવી રહી છે. એક એક ચડિયાતી આકર્ષક સંતુલિત જીવનશૈલીનો આધાર
૨૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org